
સાઉથ કોરિયન ટેક કંપની LGએ ગ્લોબલી HBS-FN4 અને HBS-FN6 વાયરલેસ ઈયરફોન લોન્ચ કર્યાં છે. તેમાં મેરેડિયન ટેક્નોલોજી આપવામાં આવી છે. તેનાં HBS-FN6 મોડેલને હાઈ એન્ડ વર્ઝન ગણવામાં આવ્યું છે. તેનાં કેસમાં UVnano ટેક્નોલોજી મળશે, જે ઈયરફોનને ડિસઈન્ફેક્ટ અર્થાત બેક્ટેરિયા અને જંતુમુક્ત કરશે. તેનાથી કાનમાં થતાં સંક્રમણ ઓછાં કરી શકાશે.
જોકે, કંપનીએ બંને ઈયરફોનની કિંમત અને વેચાણ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી. અમેરિકા અને યુરોપમાં તેનું વેચાણ આગામી મહિનાથી શરૂ થઈ શકે છે.
HBS-FN6માં UVnano ટેક્નોલોજી
આ મોડેલ હાઈ એન્ડ વર્ઝન છે. તેમાં UVnano ટેક્નોલોજીયુક્ત ચાર્જિંગ કેસ આપવામાં આવ્યું છે.
ઈયરફોનને ચાર્જિંગ કેસમાં રાખવા પર કેસ ઈયરફોન ડિસઈન્ફેક્ટ થાય છે.
કંપનીનો દાવો છે કે ઈયરફોનનું કેસ સામાન્ય બેક્ટેરિયા અને કિટાણુઓનો નાશ કરે છે. તેનાથી કાન સંક્રમિત થવાનું જોખમ ઘટે છે. દરેક ઉપયોગ વખતે યુઝરને ડિસઈન્ફેક્ટ થયેલાં ઈયરફોન મળે છે.
ઈયરફોનમાં લાઉડસ્પીકર જેવો સાઉન્ડ એક્સપિરિઅન્સ મળશે
ઈયરફોનના બંને વેરિઅન્ટમાં મેરેડિયન ટેક્નોલોજી આપવામાં આવી છે. મેરેડિયન ઓડિયો સ્પીકર્સ અને હોમ થિયેટર જેવાં હાઈ એન્ડ ઓડિયો ઈક્વિપમેન્ટની બ્રિટિશ મેન્યુફેક્ચરર અને ઓડિયો ડેવલપર કંપની છે. તેમાં યુઝરને લાઉડસ્પીકર જેવો સાઉન્ડ એક્સપિરિઅન્સ મળે છે.
એેમ્બિઅન્ટ સાઉન્ડ મોડ મળશે
- બંને ઈયરફોનમાં નેચરલ, ઈમર્સિવ, બાસ બૂસ્ટ અને ટ્રેબલ બૂસ્ટ સહિતના મેરેડિયન ઓડિયો સાઉન્ડ સેટિંગ મળે છે.
- ઈયરફોનમાં સારા સાઉન્ડ આઉટપુટ માટે ઈન કેનાલ ફિટ ડિઝાઈન મળે છે.
- તેમાં એમ્બિઅન્ટ સાઉન્ડ મોડ પણ મળે છે, જે યુઝરને આસપાસના અવાજો સાંભળવાની અનુમતિ આપે છે.
બંને ઈયરફોન વોટર રેઝિસ્ટન્ટ
બંને ઈયરફોનને IPX4 રેટિંગ મળ્યું છે. અર્થાત તે વોટર રેઝિસ્ટન્ટ છે.
એન્ડ્રોઈડ યુઝર ગૂગલ અસિસ્ટન્ટનો પણ એક્સેસ કરી શકશે.
તે ટચ કન્ટ્રોલ સપોર્ટ કરે છે. તેનાથી યુઝર પ્લેબેક અને વોલ્યુમ કન્ટ્રોલ કરી શકે છે.
કંપનીના દાવા મુજબ, ઈયરફોનમાં 6 કલાકની બેટરી લાઈફ મળશે. ચાર્જિંગ કેસ સાથે તેને 2 વાર ફુલ ચાર્જ કરી શકાશે.
તે SBC અને AAC બ્લુટૂથ કોડેક્સ સપોર્ટ મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fXSD7E
No comments:
Post a Comment