ગયા મહિને લોન્ચ થયેલી ભારતીય એપ રિમૂવ ચાઈના એપ્સને ગૂગલ પ્લે સ્ટોરમાંથી દૂર કરી દેવામાં આવી છે. આ એપ રિમૂવ કરવા પાછળ પ્લે સ્ટોરે ભ્રામક વ્યવહાર પોલિસીના ઉલ્લંઘનનું કારણ આપ્યું છે. આ પોલિસી હેઠળ કોઈ પણ એપ યુઝર ડિવાઇસ સેટિંગ્સમાં એક એપની બહાર કોઈ પણ ફીચરમાં ચેન્જ ના કરી શકે અને સાથે જ કોઈ થર્ડ પાર્ટી એપને દૂર કરવા માટે પ્રોત્સાહિત પણ ના કરી શકે. કંપનીએ રિમૂવ ચાઈના એપ્સને 17 મેના રોજ પ્લે સ્ટોર પર લાઈવ કરી હતી. આ એપ લડાખમાં LAC સીમા પર ભારત-ચીન વચ્ચેના તણાવને લઇને વધારે ચર્ચામાં આવી હતી. એપને ચીનની એપ્સને રિમૂવ કરાવવા માટે જ સ્પેશિયલ ડિઝાઇન કરી હતી, તેને અત્યાર સુધી 50 લાખથી વધારે યુઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે.
Mitron એપ પર સ્પેમ અને મિનિમમ ફ્કંશનાલિટી પોલિસીના ઉલ્લંઘનનો આરોપ
આ અઠવાડિયે ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ કરનારી આ બીજી હાઈપ્રોફાઈલ એપ છે. રિમૂવ ચાઈના એપ્સને દૂર કર્યાને થોડા કલાક પહેલાં મિત્રો એપને પણ પ્લે સ્ટોર પરથી દૂર કરી દીધી છે. ચીન વિરોધી ભાવનાઓને કારણે Mitron એપને 50 લાખથી વધારે લોકોએ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ ગૂગલ પ્લે પ્લે સ્ટોરે સ્પેમ અને મિનિમમ ફ્કંશનાલિટી પોલિસીના ઉલ્લંઘનનો આરોપ મૂકીને એપ રિમૂવ કરી દીધી હતી.
રિમૂવ ચાઈના એપ્સના નિર્માતાઓએ ટ્વીટ કરીને જાણકારી આપી
રિમૂવ ચાઈના એપ્સને જયપુરના વનટચ લેબ્સ દ્વારા બનાવવામાં આવી હતી, તેમણે મંગળવારે રાતે ટ્વીટ કરીને એપ પ્લે સ્ટોર પરથી રિમૂવ થયાની જાણકારી આપી હતી. કંપનીએ કહ્યું કે, ઘણી મોટી સંખ્યામાં લોકો ચીનની એપ્સને ફોનમાંથી દૂર કરવા માટે રિમૂવ ચાઈના એપ્સનો ઉપયોગ કરતા હતા, આ એપનો હેતુ લોકોની કોઈ પણ એપને અનઇન્સ્ટોલ કરવા માટે મજબૂર કે પ્રોત્સાહિત કરવાનો નહોતો. છેલ્લા 2 અઠવાડિયાંથી સાથ આપવા બદલ આપનો આભાર.
ગૂગલે આવો સફાયો આપ્યો
ગૂગલે કહ્યું કે, ગૂગલે પ્લે સ્ટોરની ભ્રામક વ્યવહાર પોલિસીનું ઉલ્લંઘન કરવા બદલ રિમૂવ ચાઈના એપ્સને દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી તે એપ્સને અનુમતિ નથી આપતી જે યુઝરને થર્ડ પાર્ટી એપ્સને દૂર કરવા કે અન ઇન્સ્ટોલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને યુઝરને થર્ડ પાર્ટી એપને ડિલીટ કે ડિસેબલ કરવા છેતરે છે.
ગૂગલ પ્લે સ્ટોર પર ચાઈના એપ્સને સારો રિસ્પોન્સ મળ્યો હતો, તેનું એવરેજ રેટિંગ 4.9 સ્ટાર હતું. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયા બાદ તેનું ડાઉનલોડ પણ વધી ગયું હતું. ટિકટોક સહિત ઘણી એપ્સને ચીની પ્લેટફોર્મ હોવાને લીધે સાર્વજનિક ગુસ્સા અને નારાજગીનો સામનો કરવો પડ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BuGND9
No comments:
Post a Comment