ટિકટોક એપ્લિકેશનનો ઇન્ડિયન એપ્લિકેશન ગણાતી ઇન્ડિયન શોર્ટ વીડિયો શેરિંગ એપ Mitronને લઇને છેલ્લા થોડા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મેડ ઇન ઇન્ડિયા એપ હોવાથી લોકો તેને ઇન્ડિયાની એપ્લિકેશન માનીને ઉનલોડ કરી રહ્યા હતા. પરંતુ એક રિપોર્ટમાંસામે આવ્યું હતું કે આ એપ પાકિસ્તાનની એપ ‘ટિકટોક’નું રિબ્રાન્ડેડ વર્ઝન છે. એટલે હવે ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન રિમૂવ કરી દેવામાંઆવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગૂગલે સ્પેમ અને મિનિમમ ફ્કંશનાલિટી પોલિસીના ઉલ્લંઘન કરવાના કારણે આ એપને પ્લે સ્ટોરમાંથી કાઢી નાખી છે. થોડા સમય પહેલાં રિપોર્ટમાં એવું જાણવા મળ્યું હતું કે, Mitron એ પાકિસ્તાની ડેવલપર દ્વારા બનાવવામાં આવેલી બીજી એપનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. આ એપ્લિકેશન છેલ્લા ઘણા સમયથી એકદમ લોકપ્રિય થઈ રહી છે. પરંતુ આ વિશે ડિબેટ હજી પણ ચાલુ છે કે આ એપ્લિકેશન ભારતની છે કે નહીં.
Mitron એપ ગૂગલની પોલિસી વિરુદ્ધ
- ગૂગલની આ પોલિસીમાં એવું કહેવામાં આવ્યું છે કે, બીજી એપ્સના કન્ટેન્ટમાં ફેરફાર કર્યા વગર અથવા કંઇક નવું ઉમેરીને અપલોડ કરવું એ પોલિસીની વિરુદ્ધ છે. પોલિસીમાં જણાવ્યાનુસાર, કોપી પેસ્ટ એપ એપ્લિકેશન્સ - એટલે કે એવી એપ્લિકેશન્સ જે અન્ય એપ્લિકેશન્સ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતી હોય અને તેના કોમાં કોઈ ફેરફાર ન હોય તો તેને કંપની રિમૂવ કરી દે છે. પરંતુ સવાલ એ છે કે આ એપ્લિકેશન લાંબા સમયથી ગૂગલ પ્લે સ્ટોર પર હતી ત્યારે કંપનીએ આ પગલું કેમ ન લીધું.
- એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, એપ્લિકેશનના માલિક અને IITના વિદ્યાર્થી શિવાંક અગ્રવાલે પાકિસ્તાનની ક્યુબોક્સસ (Qboxus) કંપની પાસેથી આ ખરીદી હતી અને તેને રિબ્રાંડ કરીને ઇન્ડિયામાં લોન્ચ કરી દીધી. લોન્ચિંગ પહેલાં ન તો તેણે તેના કોઈ કોડિંગમાં ફેરફાર કર્યો અને તેની પ્રાઇવસી પોલિસીમાં પણ કોઈ ફેરફાર કર્યો.
થોડા જ સમયમાં Mitron ફેમસ બની ગઈ
Mitron એપ્લિકેશનને ફક્ત એક મહિનામાં જ 5 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. રિલીઝ થયાના એક મહિનામાં ગૂગલ પ્લે સ્ટોર પર Mitron એપ બીજી સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ્લિકેશન બની. કોવિડ-19 રોગચાળા દરમિયાન આ એપ્લિકેશનની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dvzOYB
No comments:
Post a Comment