
સાઉથ કોરિયન ટેક જાયન્ટ સેમસંગે મંગળવારે ભારતમાં પ્રિમિયમ ફીચર્સ સાથે ‘ધ સેરિફ’ અને QLED 8K ટીવી સિરીઝ લોન્ચ કરી છે. સેરિફ સિરીઝમાં 43 ઈંચના મોડેલની કિંમત 83,900 રૂપિયા, 49 ઈંચના મોડેલની કિંમત 1,16,900 રૂપિયા અને 55 ઈંચના મોડેલની કિંમત 1,48,900 રુપિયા છે. ધ સેરિફ સિરીઝનું વેચાણ 8 જૂલાઈથી 17 જૂલાઈ સુધી એમેઝોન પર શરૂ થશે.
QLED 8K ટીવી સિરીઝની કિંમત
સેમસંગે હાઈ એન્ડ QLED 8K ટીવી સિરીઝ પણ લોન્ચ કરી છે. તેનાં 65 ઈંચનાં મોડેલની કિંમત 4.99 લાખ રૂપિયા, 75 ઈંચનાં મોડેલની કિંમત 9.99 લાખ રૂપિયા, 82 ઈંચના મોડેલની કિંમત 14.29 રૂપિયા અને 85 ઈંચના મોડેલની કિંમત 15.79 લાખ રૂપિયા છે. 2020 QLED 8K ટીવી રેન્જ ઈન્ડસ્ટ્રી લીડિંગ પિક્ચર ક્વૉલિટી, બ્રીધ ટેકિંગ ડિઝાઈન અને સ્માર્ટ કેપેબેલિટી સાથે આવે છે.
પ્રિબુકિંગ કરવા પર 2 ગેલેક્સી S20+ સ્માર્ટફોન મળશ
પ્રિબુકિંગ 1થી 10 જૂલાઈ સુધી કરી શકાશે. QLED 8K ટીવી પ્રિ બુક કરાવનારગ્રાહકોને અલ્ટ્રા પ્રિમિયમ ટીવી સાથે 2 ગેલેક્સી S20+ સ્માર્ટફોન પણ મળશે. ઓફર હેઠળ 15,000 રૂપિયાનું કેશબેક પણ મળશે.
10 વર્ષની સ્ક્રીન બર્ન-ઈન વૉરન્ટી મળશે
સેરિફ અને QLED 8K ટીવી સિરીઝ પર 10 વર્ષની સ્ક્રીન બર્ન-ઈન વૉરન્ટી, 1 વર્ષની કોમ્પ્રિહેન્સિવ વૉરન્ટી અને પેનલ પર 1 વર્ષની વધારાની વૉરન્ટી મળશે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ ટીવી ધ્યાન ભંગ કરનાર અવાજો ઓળખવામાં અને રિઅલ ટાઈમ વોલ્યુમ તેમજ ક્લિઆરિટીને ઓટોમેટિક એડજ્સ્ટ કરી શકે છે. ધ સેરિફ વોઈસ એમ્પ્લિફાયર સાથે મીનિંગફુલ અવાજ પર ફોકસ કરે છે. તે યુઝરને QLED સ્ક્રીન પર વીડિયો અને મ્યૂઝિક એકસેસ, આઈફોન, આઈપેડ અને મેકથી તસવીરો શેર કરવાની સુવિધા આપે છે.
8K QLED ટીવીમાં 33 મિલિયન પિક્સલ મળે છે
કંપનીએ ધ સેરિફ ટીવીમાં ઈનબિલ્ટ એલેક્સા અને બિક્સબી જેવા વોઈસ અસિસ્ટન સપોર્ટ આપ્યા છે. તેથી યુઝરને સારો વોઈસ કન્ટ્રોલ મળી રહે. 8K QLEDમાં 33 મિલિયન પિક્સલ, 4K UHD ટીવી કરતાં 4 ગણું વધારે રિઝોલ્યુશન અને ફુલ HD ટીવી કરતાં 16 ગણું રિઝોલ્યુશન મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eNHiHd
No comments:
Post a Comment