
સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ 5 ઓગસ્ટે ‘ગેલેક્સી અનપેક 2020’ ઈવેન્ટમાં 5 પ્રોડક્ટ લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં જ કંપનીએ તેનું પ્રિઓર્ડર રિઝર્વેશન શરૂ કર્યું છે. જોકે હાલ તેનો લાભ અમેરિકાના યુઝર્સને જ મળશે. ટૂંક સમયમાં ભારત સહિત અનેક દેશોમાં પણ આ સર્વિસ લોન્ચ થઈ શકે છે.
કંપનીએ વેબસાઈટ પર કોઈ પણ પ્રોડક્ટનાં નામનો ઉલ્લેખ કર્યા વગર પ્રિઓર્ડર રિઝર્વેશન શરૂ કર્યું છે. સાથે જ કંપની પ્રિઓર્ડર રિઝર્વેશન કરાવાતા ગ્રાહકોને $50 (આશરે 3,800 રૂપિયા)નું ક્રેડિટ પણ આપશે.
‘ગેલેક્સી અનપેક 2020’ ઈવેન્ટમાં કંપની ‘ગેલેક્સી Z ફ્લિપ 5G’, ‘ગેલેક્સી નોટ 20’, ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’, ‘ગેલેક્સી Z ફ્લિપ’, ‘ગેલેક્સી ફોલ્ડ 2’ અને ‘ગેલેક્સી બડ્સ લાઈવ’ લોન્ચ થશે.
ગેલેક્સી નોટ 20’
અગાઉના લીક અનુસાર, ‘ગેલેક્સી નોટ 20’માં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. ‘ગેલેક્સી નોટ 20’નાં ગ્રે, મિન્ટ અને કોપર કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. કંપની ફોનમાં One UI વિથ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપી શકે છે.
‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’નાં સ્પેસિફિકેશન
- લીક્સ અનુસાર ફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે મળશે. ફોનમાં S પેન સપોર્ટ પણ મળી શકે છે.
- ફોનમાં 6.9 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળી શકે છે.
- ડિસ્પ્લેમાં 120Hzનો રિફ્રેશ રેટ મળી શકે છે. અર્થાત મોબાઈલની ડિસ્પ્લે 1 સેકન્ડમાં 120 વખત રિફ્રેશ થઈ શકે છે.
- ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર અને One UI વિથ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે.
- ફોનના ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે.
- ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5000mAhની બેટરી મળી શકે છે.
‘ગેલેક્સી નોટ 20 પ્લસ’નાં બેઝિક સ્પેસિફકેશન
- કોરિયન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ફોનમાં એક્સીનોસ 992 પ્રોસેસર મળી શકે છે.
- આ સિરીઝનાં ફોનમાં સિંગલ પંચ હોલ ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લેની સાઈઝ 6.9 ઈંચની હોઈ શકે છે.
- ફોનમાં 5G કનેક્ટિવિટી પણ મળી શકે છે.
- ‘ગેલેક્સી નોટ 20 પ્લસ’માં 3 રિઅર કેમેરા સેટએપ મળશે, જેમાંથી પ્રાઈમરી રિઅર કેમેરા 64MPનો હોઈ શકે છે
- ફોનની ડાબી બાજુ વોલ્યુમ અને પાવર બટન મળશે. ફોનનાં બોટમમાં સાઉન્ડ ગ્રીલ અને USB પોર્ટ મળશે.
- ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4500mAhની બેટરી મળી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CI4jxm
No comments:
Post a Comment