મોબાઈલ ફોનમાંથી મ્યૂઝિક સાંભળવા કે પછી કોલિંગ માટે તેને કેરી કરવો પડે તે મોટે ભાગે લોકોને પસંદ નથી. તેના માટે માર્કેટમાં વિવિધ બ્રાન્ડ્સના ઈયરબડ્સ અવેલેબલ છે. તેની મદદથી વાયરલેસ મ્યૂઝિક અને કોલિંગ એક્સપિરિઅન્સ લઈ શકાય છે. માત્ર બ્લુટૂથ કનેક્શનથી ઈયરબડ્સ ઓપરેટ કરી શકાય છે. તમારા બજેટમાં 3000 રૂપિયાથી પણ ઓછી કિંમતના માર્કેટમાં અનેક ઓપ્શન અવેબેબલ છે. તો આવો જાણીએ આ ઈયરબડ્સનું લિસ્ટ અને તેના સ્પેસિફિકેશન વિશે...
1. મોટોરોલા વર્વબડ્સ 400: કિંમત ₹ 2,899*

આ વાયરલેસ ઈયરબડે્સ સિલિન્ડ્રિકલ શેપના ચાર્જિંગ સાથે આવે છે. તેમાં લેફ્ટ અને રાઈટ સાઈડની કોઈ માથાકૂટ જ નથી. કોઈ પણ પેર ને ગમે તે કાનમાં એડ્જસ્ટ કરી શકાય છે. તે ઓડિયો કન્ટ્રોલ અને મ્યૂઝિક કન્ટ્રોલ સપોર્ટ કરે છે. તે એલેક્સા પણ સપોર્ટ કરે છે. સિંગલ ચાર્જમાં તે 12 કલાકનો સ્ટેન્ડ બાય ટાઈમ અને 3 કલાકનું પ્લેબેક આપે છે. ચાર્જિંગ કેસ સાથે તે 9 કલાકનું પ્લેબેક આપે છે.
2. રિઅલમી બડ્સ નિયો: કિંમત ₹ 2499*

ચાઈનીઝ બ્રાન્ડ રિઅલમીએ તેને તાજેતરમાં જ લોન્ચ કર્યા છે. કંપનીએ તેમાં R1 ચિપસેટનો ઉપયોગ કર્યો છે. તેમાં નવી પેરિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે. તે ગૂગલ અસિસ્ટન્ટ અને ટચ કન્ટ્રોલ સપોર્ટ કરે છે. ફુલ ચાર્જ થવામાં તે 2 કલાકનો સમય લે છે. તેમાં 17 કલાકનો પ્લેબેક, 3 કલાકનો મ્યૂઝિક ટાઈમ અને 1.5 કલાકનું ટોકટાઈમ મળે છે. ઈયરબડ્સ 10 મીટરની રેન્જ ધરાવે છે.
3. ફિલિપ્સ TAUT 102BK: કિંમત ₹ 2499*

તમારા માટે 3 હજાર રૂપિયા કરતાં ઓછી કિંમત માટે ફિલિપ્સ TAUT 102BK પણ સારો ઓપ્શન રહેશે. તેમાં મ્યૂઝિક, કોલિંગ અને ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ મળે છે. તે ચાર્જ થવામાં 2 કલાકનો સમય લે છે. તેના મોડો મોનથી એક બડ્સથી જ કામ ચલાવી શકાય છે. તે કેસ સાથે 12 કલાકનું પ્લેબેક આપે છે.
4. એમ્બ્રેન બીટ્સડુઓ: કિંમત ₹ 2499*

પાવરબેંક મેકર કંપની એમ્બ્રેનના આ ઈયરબડ્સ ઓફિશિયલ સાઈટ પર 3299માં મળે છે. તે વોટરપ્રૂફ છે. તેમાં મલ્ટિફંક્શનલ બટન આપવામાં આવ્યું છે. ઈયરબડ્સ ચાર્જ થવામાં 1.5 કલાકનો સમય લે છે. તે સિંગલ ચાર્જમાં 7 કલાકનો મ્યૂઝિક પ્લેબેક ટાઈમ અને 6.3 કલાકનું ટોકટાઈમ આપે છે. ચાર્જિંગ કેસ સાથે તે 29 કલાકનું પ્લેબેક અને 150 કલાકનો સ્ટેન્ડ બાય ટાઈમ આપે છે.
5. એમ્બ્રેન વાઈબબીટ્સ ક્વૉલકોમ: કિંમત ₹ 2399*

એમ્બ્રેનના આ ઈયરબડ્સમાં ટચ સેન્સર મળે છે. તેમાં ક્વૉલકોમની aptX ઓડિયો ટેક્નોલોજી મળે છે. તે નોઈસ કેન્સલેશન ટેક્નોલોજીથી સજ્જ છે. સિંગલ ચાર્જમાં તે 5 કલાકનું પ્લેબેક આપે છે. ચાર્જિંગ સાથે તે 30 કલાકનું પ્લેબેક આપે છે. તેમાં કોલ પિકઅપ/રિજેક્ટ, મ્યૂઝિક કન્ટ્રોલ, વોલ્યુમ અને અસિસ્ટન્ટ કન્ટ્રોલ સપોર્ટ મળે છે.
6. બોલ્ટ ઓડિયો એરબેસ ટ્વિનપૉડ: કિંમત ₹ 1999*

આ ઈયરબડ્સની કિંમત 2 હજાર રૂપિયા કરતાં પણ ઓછી છે, જોકે તેમાં શાનદાર ફીચર્સ મળે છે. તેમાં કનેક્ટિવિટી માટે 10 મીટરની રેન્જ મળે છે. તેને IPX5 રેટિંગ મળ્યું છે, અર્થાત તે વોટર અને સ્વેટ રેઝિસ્ટન્ટ છે. તેમાં વોઈસ અસિસ્ટન્ટ, કોલિંગ અને મ્યૂઝિક કન્ટ્રોલ માટે ટચ કન્ટ્રોલ મળે છે. તેમાં ક્વિક કનેક્ટિવિટી મળે છે. ચાર્જિંગ કેસ સાથે તે 9 કલાકનો પ્લેબેક ટાઈમ આપે છે.
7. આઈબોલ ઈયરવિયર-TW101: કિંમત ₹ 1,999*

આઈબોલના આ ઈયરબડ્સમાં અન્ય ઈયરબડ્સમાં મળતાં તમામ બેઝિક ફીચર્સ મળી રહે છે. ચાર્જ થવામાં તે 1.5 કલાકનો સમય લે છે. સિંગલ ચાર્જમાં તે 3.5 કલાકનું મ્યૂઝિક પ્લેબેક આપે છે. ચાર્જિંગ કેસ સાથે ઈયરબડ્સ 10 કલાકનું પ્લેબેક આપે છે.
8. બોટ એરડોપ્સ 381: કિંમત ₹ 1,999*

સ્વદેશી બ્રાન્ડ બોટના આ ઈયરબડ્સમાં વોઈસ અસિસ્ન્ટ સપોર્ટ કરે છે. તે વોટર અને સ્વેટ રેઝિસ્ટન્ટ છે. તે સિંગલ ચાર્જમાં 4 કલાકનું પ્લેબેક આપે છે. ચાર્જિંગ કેસ સાથે તે 20 કલાકનું પ્લેબેક આપે છે.
9. પોર્ટ્રોનિક્સ POR-325 હાર્મોનિક ટ્વિન મિની: કિંમત ₹ 1619*

આ ઈયરબડ્સમાં 40mAhની બેટરી મળે છે, ચાર્જિંગ કેસમાં 320mAhની બેટરી મળે છે. સિંગલ ચાર્જમાં તે 3.5 કલાકનું અને ચાર્જિંગ કેસ સાથે 10 કલાકનું પ્લેબેક આપે છે.
10 પીટ્રોન ટેંગો: કિંમત ₹ 1,519*

આ રેન્જમાં ઈયરબડ્સ ઘણા બધા ફીચર્સ ધરાવે છે. તે એક પાવરબેન્કનું પણ કામ કરે છે. તેના કેસમાં 1500mAhની બેટરી ક્ષમતા છે. સિંગલ ચાર્જમાં 3.5 કલાક મ્યૂઝિક પ્લેબેક અને 3 કલાકનું ટોકટાઈમ મળે છે. તેમાં 120 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ifhBAw
No comments:
Post a Comment