Friday, 7 August 2020

લોકોએ ગૂગલને પૂછ્યું, ‘ઘરે કોરોના વાઈરસની વેક્સીન કેવી રીતે બનાવવી?’ જાણો જુલાઈ મહિનામાં ગૂગલ પર લોકોએ વધારે શું સર્ચ કર્યું

દુનિયાભરમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે, તેવામાં લોકોની ચિંતા વધવી પણ વ્યાજબી છે. ગૂગલ સર્ચ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ભારતવાસીઓ વેક્સીનને લઇને સૌથી વધારે ચિંતિત છે. ‘કોરોના વાઈરસ’ ટોપિકને સૌથી વધારે સર્ચ કર્યો. ઘરે કોરોના વેક્સીન કેવી રીતે બનાવવી તેમાં લોકોનો રસ વધારે રહ્યો.

જુલાઈ મહિનામાં ગૂગલ પર ઘરે કોરોના વેક્સીન કેવી રીતે બનાવવી? તેનું વધારે સર્ચ કર્યું છે. ત્યારબાદ કોરોના વાઈરસ સંબંધિત ટોપ ટ્રેન્ડિંગ સર્ચ ‘અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ’ રહ્યું. આ સર્ચિંગમાં 5000 ટકાથી વધારે ઉછાળો આવ્યો.

‘કોરોના કવચ પોલિસી’ વિશે લોકોને જાણવું છે
ગૂગલે સર્ચ રિપોર્ટ પ્રમાણે, ‘કોરોના કવચ પોલિસી’ અને ‘કોરોના રક્ષક પોલિસી’વિશે વધારે સર્ચ કરવામાં આવ્યું. જુલાઈ મહિનામાં કોરોના કવચ પોલિસી સર્ચમાં 5000 ટકાથી વધુ વધારો થયો જ્યારે કોરોના રક્ષક પોલિસીના સર્ચમાં 3300 ટકા વધારો થયો. લોકોએ ઐશ્વર્યા રાયને કોરોના વાઈરસ પણ સર્ચ કર્યું. આ સર્ચમાં 2550 ટકા વધારો થયો હતો.

‘કોરોના વાઈરસના લક્ષણ શું છે અને તેનાથી કેવી રીતે બચવું?’
વાઈરસને લઇને લોકોને એટલો બધો ડર છે કે, માર્ચથી લઈને જુલાઈ સુધી લોકો કોરોના વાઈરસના લક્ષણ જાણવા માટે ઈચ્છુક રહ્યા. કોરોના મહામારીના લક્ષણો લોકોએ ખૂબ સર્ચ કર્યા. જૂન મહિનાની સરખામણીએ જુલાઈમાં આ સવાલ ના સર્ચમાં 10 ટકાનો વધારો થયો. માર્ચ મહિનામાં લોકોએ સૌથી વધારે સર્ચ કર્યું હતું. સિક્કિમના લોકોએ મહામારીના લક્ષણો વિશે સૌથી વધારે સર્ચ કર્યું. સિક્કિમ પછી દમણ, દીવ અને અંદમાન-નિકોબાર આઈલેન્ડ પર રહેતા લોકોએ વધારે સર્ચ કર્યું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'How To Make Coronavirus Vaccine In Home' Was The Second Trending Question In India In July: Google


from Divya Bhaskar https://ift.tt/3fF1fzp

No comments:

Post a Comment