ટેક જાયન્ટ ગૂગલે ફાઈનલી તેનો મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન ‘ગૂગલ પિક્સલ 4a’ લોન્ચ કર્યો છે. જોકે હાલ તેને માત્ર અમેરિકામાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં સિંગલ રિઅર અને ફ્રન્ટ કેમેરા મળે છે. તેનું 4GB + 128GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. ફોનમાં નવું ગૂગલ અસિસ્ટન્ટ મળે છે, જે ફાસ્ટ એપ કન્ટ્રોલ કરે છે.
કિંમત અને ઉપલબ્ધતા
ટેક જાયન્ટ ગૂગલના આ સ્માર્ટફોનનું 4GB + 128GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. અમેરિકામાં તેનાં 4G વેરિઅન્ટની કિંમત $349 (આશરે 26,300 રૂપિયા) અને 5G વેરિઅન્ટની કિંમત $499 (આશરે 37,600 રૂપિયા) છે. ભારતમાં ઓક્ટોબર મહિનામાં આ ફોન લોન્ચ થઈ શકે છે.
‘ગૂગલ પિક્સલ 4a’ની વિશેષતાઓ
- ગૂગલના આ ફોનમાં લેટેસ્ટ ગૂગલ અસિસ્ટન્ટ મળે છે. તેમાં લાઈવ કેપ્શન સપોર્ટ મળે છે.
 - ફોનનો રિઅર કેમેરા HDR+, પ્રોટ્રેટ મોડ, ટોપ શોટ, એસ્ટ્રોફોટોગ્રાફી સહિતનાં ફીચર ધરાવે છે.
 - ફોનમાં OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) શૂટિંગ દરમિયાન જર્ક ઈમ્પેક્ટ ઓછી કરી છે.
 - કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, વાઈફાઈ 802.11ac, બ્લુટૂથ 5.0, GPS/ A-GPS, NFC, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળે છે.
 - જોકે આ ફોનમાં પિક્સલ 4ની જેમ મોશન સેન્સિંગ અને જેશ્ચર કન્ટ્રોલ માટે સોલિ ચિપ ફીચર નહીં મળે.
 - સિક્યોરિટી માટે તેમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
 
‘ગૂગલ પિક્સલ 4a’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 5.81 ઈંચ | 
| 
 ડિસ્પ્લે ટાઈપ  | 
ફુલ HD+ 1080x2340 પિક્સલ | 
| OS  | એન્ડ્રોઈડ 10 | 
| 
 પ્રોસેસર  | 
ઓક્ટા કોર ક્વૉલકોમ 730G | 
| 
 રિઅર કેમેરા  | 
12.2MP | 
| 
 ફ્રન્ટ કેમેરા  | 
8MP | 
| 
 રેમ  | 
6GB | 
| 
 સ્ટોરેજ   | 
128GB | 
| બેટરી | 3,140mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ | 
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33vmtNE
No comments:
Post a Comment