Tuesday, 4 August 2020

ચીનનું ટ્વિટર કહેવાતી ‘વીબો’ અને સર્ચ એન્જિન ‘બાયડુ’ એપ ભારતમાં બેન થઈ, વીબો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અકાઉન્ટ પણ છે

27 જુલાઈએ કેન્દ્ર સરકારે 47 ચાઈનીઝ એપ્સ બેન કરી હતી. આ એપમાં વીબો (Weibo) અને બાયડુ (Baidu) પણ સામેલ હતી. હવે મોડેથી તેની માહિતી સામે આવી છે કારણ કે, તે સમયે બેન થયેલી એપ્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ન હતું. આ અગાઉ સરકારે 29 જુલાઈએ પણ 59 ચાઈનીઝ એપ બેન કરી હતી. હવે વીબો અને બાયડુને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવવામાં આવી છે. વીબો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અકાઉન્ટ પણ છે.

ચીનને લપડાક
વીબો અને બાયડુ સર્ટ એન્જિન ચીન માટે મહત્ત્વની એપ છે. ચીનમાં વીબોને ટ્વિટર અને બાયડુને ગૂગલનો વિકલ્પ માનવામાં આવે છે. સરકારના રડાર પર હવે PUBG પણ છે. આમ તો PUBG સાઉથ કોરિયાની ગેમિંગ એપ છે, પરંતુ તેમાં રોકાણ ચીનનું છે.

શું PUBG સહિત અન્ય ચાઈનીઝ એપ્સ પણ બેન થશે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીબો પર અકાઉન્ટ બનાવ્યું હતું
ચીનમાં ટ્વિટરના વિકલ્પ તરીકે વર્ષ 2009માં સાઈનો કોર્પોરેશને વીબો એપ લોન્ચ કરી હતી. તેના આશરે 50 કરોડ યુઝર્સ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વીબોનો ઉપયોગ કરતા હતા. વર્ષ 2015ની ચીનની યાત્રા પહેલાં તેમણે વીબો પર અકાઉન્ટ બનાવ્યું હતું. પ્રથમ પોસ્ટમાં મોદીએ ચીનના લોકોથી કનેક્ટ થવાની વાત કરી હતી.

ભારતમાં બાયડુ પગપસારો કરી રહી હતી
બાયડુ એપ ભારતમાં પોતાના મૂળિયા મજબૂત કરી રહી હતી. બાયડુનું ફેસમોજી કીબોર્ડ ઘણુ પોપ્યુલર છે. કંપનીના CEO રોબિન ભારતીય યુઝર્સમાં પહોંચ વધારવા માટે આ વર્ષે જ જાન્યુઆરીમાં IIT મદ્રાસ આવ્યા હતા. ત્યારે રોબિને જણાવ્યું હતું કે, તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મોબાઈલ કમ્પ્યૂટિંગના ક્ષેત્રમાં ભારતીય ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ સાથે મળી કામ કરવા માગે છે.

અગાઉ 59 એપ્સ અને હવે 47 એપ્સ બેન
ભારત ચીન બોર્ડર ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ સરકાર ચાઈનીઝ પ્રોડક્ટ અને એપ્સને બેન કરી રહી છે. અગાઉ ટિકટોક, શેરઈટ સહિતની 59 ચાઈનીઝ એપ્સ બેન થઈ હતી અને ત્યારબાદ 27 જુલાઈએ અન્ય 47 એપ્સ બેન કરી હતી. જોકે આ 47 એપ્સનું ઓફિશિયલ લિસ્ટ હજુ સુધી સરકારે જાહેર કર્યું નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
29 જૂને કેન્દ્ર સરકારે 59 ચાઈનીઝ એપ્સ બેન કરી હતી. ત્યારબાદ 27 જુલાઈએ 47 ચાઈનીઝ એપ્સ બેન કરી હતી. 27 જુલાઈએ બેન કરેલી એપ્સનું લિસ્ટ હજુ જાહેર થયું નથી


from Divya Bhaskar https://ift.tt/30uMCu4

No comments:

Post a Comment