Friday, 7 August 2020

4K વીડિયો સપોર્ટ કરતાં ‘ઓપો A52’ સ્માર્ટફોનનું 8GB રેમ વેરિઅન્ટ લોન્ચ થયું, કિંમત ₹ 18,990

ચાઈનીઝ ટેક બ્રાન્ડ ઓપોએ ‘ઓપો A52’ સ્માર્ટફોનનું 8GB રેમ વેરિઅન્ટ લોન્ચ થયું છે. પ્રાઈમ ડે 2020 સેલ દરમિયાન તેને લોન્ચ કરવામાં આવ્યું છે. તેનાં 6GB રેમ વેરિઅન્ટ કરતાં તેની કિંમત 2000 રૂપિયા વધારે છે. એમેઝોન પરથી બંને વેરિઅન્ટની ખરીદી કરી શકાશે.

કિંમત અને વેરિઅન્ટ
ફોનનાં 6GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16,990 રૂપિયા અને 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 18,990 રૂપિયા છે. ફોનનાં સ્ટ્રીમ વ્હાઈટ અને ટ્વાલાઈટ બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

‘ઓપો A52’ની વિશેષતાઓ

  • ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર ટેક્નોલોજી મળે છે.

  • તે ડ્યુઅલ નેનો કાર્ડ સપોર્ટ કરે છે.
  • ફોનનો રિઅર કેમેરા 4K વીડિયો સપોર્ટ કરે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઈફાઈ, બ્લુટૂથ, GPS/ A-GPS, USB ટાઈપ-C અને 3.5mmનો ઓડિયો જેક મળે છે.

ઓફર
એમેઝોન પરથી ફોનની ખરીદી HDFC બેંકના ડેબિટ કાર્ડથી કરવા પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે. જોકે તેનો લાભ માત્ર પ્રાઈમ મેમ્બર્સને જ મળશે. સાથે જ પ્રાઈમ મેમ્બર્સને એમેઝોન પે ICICI બેંકના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાન્ટ મળશે. આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે.

‘ઓપો A52’નાં બેઝિક સ્પેેસેફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.5 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ પંચ હોલ ડિસ્પ્લે

OS

એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 વિથ એડ્રિનો 610 GPU

રિઅર કેમેરા

12MP + 8MP + 2MP + 2MP

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ

6GB/8GB

સ્ટોરેજ

128GB

બેટરી

5,000mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
વજન 192 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
8GB RAM variant of 'Oppo A52' smartphone launches with 4K video support, priced at RS. 18,990


from Divya Bhaskar https://ift.tt/2DwxMuD

No comments:

Post a Comment