Thursday, 6 August 2020

સેમસંગે ગેલેક્સી ટેબ S7/S7+ અને બ્લડ ઓક્સીજન લેવલ મોનિટર કરતી ‘ગેલેક્સી વોચ 3’ લોન્ચ કરી

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ગેલેક્સી અનપેક 2020 ઈવેન્ટમાં મલ્ટિપલ પ્રોડક્ટ લોન્ચ કરી છે. તેમાં ગેલેક્સી નોટ 20 સિરીઝના સ્માર્ટફોન, ગેલેક્સી ટેબ S7/S7+ અને ‘ગેલેક્સી વોચ 3’ સામેલ છે. ગેલેક્સી વોચ 3માં બ્લડ ઓક્સીડન લેવલ મોનિટરિંગ અને ઈસિમ કનેક્ટિવિટી પણ મળે છે.

ગેલેક્સી વોચ 3

  • ગેલેક્સી વોચ 3 અમેરિકામાં લોન્ચ કરવામાં આવી છે. તેનાં 41mm વેરિઅન્ટની કિંમત $399 (આશરે 30,000) અને 45mm વેરિઅન્ટની કિંમત $429 (આશરે 32,100 રૂપિયા) છે.
  • વોચનાં વાઈફાઈ અને LTE વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
  • આ વોચને IP68 રેટિંગ મળ્યું છે, અર્થાત વોચ વોટર રેઝિસ્ટન્ટ છે.
  • તેમાં ઈ સિમ ટેક્નોલોજી મળતી હોવાથી યુઝર વોચથી કોલ પર વાત કરી શકશે.
  • તેમાં બ્લડ ઓક્સીજન લેવલ મોનિટરિંગ માટે spO2 સેન્સર, હાર્ટ રેટ મોનિટરિંગ, સ્લીપ ટ્રેકિંગ, કોલ અને સોશિયલ મીડિયા નોટિફિકેશન મળે છે.
  • તે જેશ્ચર કન્ટ્રોલ સહિત વોઈસ અસિસ્ટન્ટ પણ સપોર્ટ કરે છે.

ગેલેક્સી ટેબ S7/S7+

  • સેમસંગે આઈપેડ પ્રો અને માઈક્રોસોફ્ટ સર્ફેસ પ્રો 7ને ટક્કર આપવા માટે આ ટેબ્લેટ લોન્ચ કર્યું છે.
  • S7માં LCD ડિસ્પ્લે અને S7+માં સુપર AMOLED ડિસ્પ્લે મળે છે.
  • બંને વેરિઅન્ટમાં સારા સાઉન્ડ એક્સપિરિઅન્સ માટે ક્વૉડરુપલ સ્પીકર આપવામાં આવે છે.
  • બંને વેરિઅન્ટમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
  • બંને વેરિઅન્ટમાં S પેન સપોર્ટ મળશે. ગેલેક્સી ટેબ S7નાં 6GB+ 128GB વેરિઅન્ટની કિંમત EUR 699 (આશરે 62,000 રૂપિયા) અને 8GB + 256GB વેરિઅન્ટની કિંમત EUR 779 (આશરે 70,900 રૂપિયા) છે.
  • ગેલેક્સી ટેબ S7+નાં 6GB+ 128GB વેરિઅન્ટની કિંમત EUR 899 (આશરે 79,700રૂપિયા) અને 8GB + 256GB વેરિઅન્ટની કિંમત EUR 1779 (આશરે 1,04,600 રૂપિયા) છે.
  • ટેબ્લેટના મિસ્ટિક બ્લેક, બ્રોન્ઝ અને સિલ્વર કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. જોકે ભારતમાં તેને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

સેમસંગ ગેલેક્સી બડ્સ લાઈવ

  • સેમસંગે ગેલેક્સી બડ્સ લાઈવ વાયરલેસ ઈયરબડ્સ પણ લોન્ચ કર્યાં છે. તેની કિંમત $169.99 (આશરે 12,700 રૂપિયા) છે.
  • ઈયરબડ્સમાં 12mmના ડ્રાઈવર્સ મળે છે.
  • અન્ય બ્રાન્ડ્સના ઈયરબડ્સની જેમ સેમસંગના આ ઈયરબડ્સમાં પણ એક્ટિવ નોઈઝ કેન્સેલેશન ટેક્નોલોજી મળે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0 મળે છે, જે SBC અને AAC કોડેક સપોર્ટ કરે છે.
  • તેમાં 60mAની બેટરી મળે છે, જ્યારે કેસની બેટરી 472mAhની છે.
  • આ ઈયરબડ્સ વોટર રેઝિસ્ટન્ટ પણ છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung launches Galaxy Tab S7 / S7 + and 'Galaxy Watch 3' to monitor blood oxygen level


from Divya Bhaskar https://ift.tt/2PqM3vg

No comments:

Post a Comment