
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે ગ્લોબલી એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી ઓનલાઈન બુલિંગ જેવી સમસ્યાથી યુઝર્સ બચી શકશે. હવે યુઝરે નક્કી કરેલા અન્ય યુઝર્સ જ તેના ટ્વીટ પર રિપ્લાય આપી શકશે. ટ્વિટરે iOS અને એન્ડ્રોઈડ બંને યુઝર્સ માટે આ ફીચર લોન્ચ કર્યું છે.
કેવી રીતે આ ફીચરનો ઉપયોગ કરશો?
કંપનીએ આ ફીચર કન્વર્ઝેશન કન્ટ્રોલ કરવા માટે લોન્ચ કર્યું છે. તેથી યુઝરે નક્કી કરેલાં અન્ય યુઝર્સ જ તેનાં ટ્વીટ પર રિપ્લાય આપી શકે છે. કઈ રીતે આ ફીચરનો ઉપયોગ કરશો જાણો તેના સ્ટેપ્સ...
- વેબ બ્રાઉઝર, એન્ડ્રોઈડ કે પછી તમારા iOS ડિવાઈસ પર ટ્વિટર લોગ ઈન કરીને ટ્વીટ કમ્પોઝ પર ક્લિક કરો.
- ત્યારબાદ તેમાં who can replyમાં 3 ઓપ્શન શૉ થશે.
- Everyone, People you follow અને Only people you mention એમ ત્રણમાંથી એક વિકલ્પની પસંદગી કરો.
- Everyoneની પસંદગી પર તમારા ટ્વીટ પર ગ્લોબલી કોઈ પણ યુઝર્સ રિપ્લાય આપી શકે છે.
- People you follow પર ટેપ કરવાથી તમે જે યુઝર્સને ટ્વિટરમાં ફોલો કરો છો તે જ તમારા ટ્વીટ પર રિપ્લાય આપી શકશે.
- Only people you mentionમાં તમારા ટ્વીટમાં મેન્શન કરેલાં જ યુઝર્સ તેનો રિપ્લાય કરી શકશે.
જોકે, આ ફીચર માત્ર કોણ રિપ્લાય આપી શકે છે તેની પસંદગી માટેનું છે. જો તમારું પ્રાઈવેટ અકાઉન્ટ ન હોય તો તમારા ટ્વીટ ને તમામ યુઝર્સ જોઈ શકશે અને ટ્વીટને રીટ્વીટ પણ કરી શકશે. તમે ટ્વીટ કરી લીધા પછી રિપ્લાયના સેટિંગને બદલી નહીં શકો.
- તમે પ્રાઈવસી માટે કોને રિપ્લાય આપી શકો છો તેનું પણ સેટિંગ કરી શકો છો. કમ્પોઝ પર ક્લિક કરી Replying to... પર ક્લિક કરી એડિટિંગ સ્ક્રીન પર સેટિંગ કરી શકાય છે.
- આ લિસ્ટમાંથી યુઝર્સને રિમૂવ કરવા માટે ચેક માર્ક આઈકોન પર ક્લિક કરો હવે તેને અન ચેક કરો.
- જો તમે કેટલાક યુઝર્સને બ્લોક કર્યા છે તો તમે રેસિપિઅન્ટ લિસ્ટમાં જોઈ શકશો. એડિટિંગ સ્ક્રીન પર તમે ચેક/અનચેક કરી એક્શન લઈ શકો છો.
ટ્વીટ પર કોઈ કન્વર્ઝેશનના પાર્ટિસિપેટને આ રીતે જોઈ શકાય છે
- તમારી ટાઈમલાઈન, પ્રોફાઈલ પેજ, નોટિફિકેશન અથવા ટ્વીટ ડિટેઈલમાં જઈને તમારા ટ્વીટમાં કન્વર્ઝેશનના તમામ પાર્ટિસિપેટ જોઈ શકો છો. આ તમામ અન્ય યુઝર્સના નામ, બાયો અને @usernames જોવા માટે...
- Replying to... પર ટેબ અથવા ક્લિક કરો.
- ત્યારબાદ તમે જોઈ શકશો કે આ કન્વર્ઝેશનમાં અન્ય કેટલા યુઝર્સ જોડાયેલા છે. આ લિસ્ટમાં રહેલા યુઝર્સને તમે ફોલો/અનફોલો પણ કરી શકો છો.
- તમે રિપ્લાય કાઉન્ટ્સથી જોઈ શકો છો કે તમારા ટ્વીટ પર કેટલા યુઝર્સે રિપ્લાય આપ્યો છે અને તેનો ચોક્કસ આંકડો પણ જાણી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2E3sV3N
No comments:
Post a Comment