ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ કંપની નુબિયાએ ન્યૂ ફ્લેગશિપ સ્માર્ટફોન ‘રેડ મેજિક 3S’નું ભારતમાં વેચાણ શરૂ કર્યું છે. આ ફોનની ખરીદી ફ્લિપકાર્ટથી કરી શકાશે. આ ફોનની શરૂઆતી કિંમત 35,999 રૂપિયા છે. આ ફોનને ગેમિંગ લવર્સ માટે બનાવવામાં આવ્યો છે. ફોનમાં 12GBની રેમ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે.
વેરિઅન્ટ અને કિંમત
8GB રેમ + 125GB સ્ટોરેજ:35,990 રૂપિયા
12GB રેમ + 256GB સ્ટોરેજ:47,999 રૂપિયા
કંપનીએ ‘નુબિયા રેડ મેજિક 3S’નાં 2 વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે. ફોનનાં 8GB+128GB વેરિઅન્ટને સ્પેસ ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેનાં 12GB+ 256GB વેરિઅન્ટને રેડ અને બ્લૂ કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
લોન્ચિંગ ઓફર અંતર્ગત ફ્લિપકાર્ટ પર આ ફોનની ખરીદી પર નો-કોસ્ટ EMI અને 499 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
‘રેડ મેજિક 3S’નાં બેઝિક સ્પેસિફિકેશન
આ ફોન એન્ડ્રોઇડ પાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. ફોનમાં 6.65ઇંચની AMOLED ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનો રેશિયો રેટ 90 હર્ટ્ઝ છે.
આ ફોનમાં Sony IMX586 નો 48MP રિઅર કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 27 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAhની બેટરી આપવામાં આવી છે.
આ ફોનમાં ઇનબિલ્ટ કૂલિંગ ફેન આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઇફાઇ 802.11 ac, બ્લુટૂથ 5.0, GPS/AGPS, USB ટાઈપ-સી અને 3.5mmનો હેડફોન જેક આપવામાં આવ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2W8pCxl
No comments:
Post a Comment