Monday, 21 October 2019

વિવોએ ‘વિવો V17 પ્રો’ સ્માર્ટફોનની કિંમતમાં 2,000 રૂપિયાનો ઘટાડો કર્યો, ફોનને હવે 27,990 રૂપિયામાં ખરીદી શકાશે

ગેજેટ ડેસ્કઃ વિવો કંપનીએ તેના ડ્યુઅલ સેલ્ફી કેમેરાવાળા ‘વિવો V17 પ્રો’ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. તેની કિંમતમાં 2,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ફોનને સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. વિવોનાં આ ફોનની લોન્ચિંગ કિંમત 29,990 રૂપિયા હતી, જેને ઘટાડીને હવે 27,990 રૂપિયા કરવામાં આવી છે.

‘વિવો V17 પ્રો’ નવી કિંમત સાથે એમેઝોન, ફ્લિપકાર્ટ, વિવો ઈ શોપ , પેટીએમ મોલ અને ટાટા ક્લિક પર ઉપલબ્ધ છે. આ ફોનની ખરીદી ઓફલાઈન સ્ટોર્સ પરથી પણ કરી શકાશે. આ ફોનમાં કનેક્ટિવિટી માટે 4G LTE, બ્લુટૂથ 5.0, ડ્યુઅલ બેન્ડ વાઈ ફાઈ અને GPS સામેલ છે.

વિવો V17 પ્રોનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.44 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+, સુપર AMOLED (1080x2440)
OS એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 675
રેમ 8 GB
સ્ટોરેજ 128 GB
રિઅર કેમેરા 48 MP+ 13 MP + 8 MP+ 2 MP
ફ્રન્ટ કેમેરા 32 MP+ 2MP
બેટરી 4100 mAh વિથ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vivo reduced the price of the Vivo V17 Pro smartphone by Rs 2,000, the phone can now be purchased for Rs 27,990
Vivo reduced the price of the Vivo V17 Pro smartphone by Rs 2,000, the phone can now be purchased for Rs 27,990


from Divya Bhaskar https://ift.tt/31B3qx9

No comments:

Post a Comment