Monday, 21 October 2019

‘વન પ્લસ 6’ અને ‘વન પ્લસ 6T’ સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ 10ની અપડેટ રિલીઝ કરાઈ

ગેજેટ ડેસ્કઃ વન પ્લસ કંપનીએ ‘વન પ્લસ 6’ અને ‘વન પ્લસ 6T‘ સ્માર્ટફોન માટે લેટેસ્ટ એન્ડ્રોઇડ સિસ્ટમ ‘એન્ડ્રોઇડ 10’ને રોલઆઉટ કર્યું છે. કંપનીએ ‘વનપ્લસ 7T‘નાં લોન્ચિંગ ઇવેન્ટમાં જ આ બંને સ્માર્ટફોનમાં ‘એન્ડ્રોઇડ 10’ને રોલઆઉટ કરવાની માહિતી આપી હતી. આ અપડેટ કંપનીના ઓક્સિજન ઓપરેટિંગ સિસ્ટમ સાથે આપવામાં આવી છે.

કેવી રીતે કરશો અપડેટ?
‘વન પ્લસ 6’ અને ‘વન પ્લસ 6T’ સ્માર્ટફોનનાં યુઝર Settings > System > System updates ને ફોલો કરીને સિસ્ટમ અપડેટ કરી શકે છે. આ સ્ટેપ્સ ફોલો કર્યા પછી ઓપરેટિંગ સિસ્ટમ અપડેટનો મેસેજ જોવા મળશે. તેના પર ક્લિક કરીને નવી અપડેટ ડાઉનલોડ કરી શકાય છે.

આ નવી અપડેટ પછી યુઝર ડાર્ક મોડ, લાઈવ કેપ્શન, લોકેશન શેર, ફોકસ મોડ, સ્ક્રીન શોર્ટ સહિતનાં અનેક લેટેસ્ટ ફીચરનો ઉપયોગ કરી શકશે.

આ નવી અપડેટ બીટા વર્ઝન છે, તેથી વનપ્લસ કંપની દ્વારા સૂચના આપવામાં આવી છે કે તે રિઅલ અપડેટ જેવી સ્ટેબલ નહીં હોય. અપડેટ પછી જો યુઝર એન્ડ્રોઇડ 9 પાઇ પર મૂવ થવા માગે છે તો તેનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. આ નવી અપડેટ અનલોક થેયેલાં સ્માર્ટફોન માટે જ છે. કરન્ટ યુઝરે તેનાં માટે થોડી રાહ જોવી પડશે છે, આ અપડેટ બીટા વર્ઝન છે તેથી કંપની યુઝરનાં ફીડબેક લઈને સ્ટેબલ વર્ઝન પહેલાં બગ ફિક્સ કરીને તેને ઇમ્પ્રૂવ કરવાનો પ્રયાસ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Android 10 update released for 'OnePlus 6' and 'OnePlus 6T' smartphones


from Divya Bhaskar https://ift.tt/35MaBWx

No comments:

Post a Comment