ગેજેટ ડેસ્કઃ શાઓમીએ તેના લેટેસ્ટ સ્માર્ટફોન ‘રેડમી નોટ 8’ અને ‘રેડમી 8 પ્રો’નું વેચાણ ભારતમાં શરૂ કર્યું છે. બન્ને સ્માર્ટફોનની ખરીદી ઈ-કોમર્સ સાઈટ એમેઝોન, mi સ્ટોર અને કંપનીની ઓફિશિયલ સાઈટ પરથી કરી શકાય છે. કંપનીએ ‘રેડમી નોટ 8‘નાં 2 વેરિઅન્ટ અને ‘રેડમી નોટ 8 પ્રો’નાં 3 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
‘રેડમી નોટ 8’માં 48MPનો પ્રાઈમરી કેમેરા, વોટરડ્રોપ ડિસ્પ્લે અને ડેડિકેટેડ માઈક્રો SD કાર્ડ સ્લોટ આપવામાં આવ્યું છે. ‘રેડમી નોટ 8 પ્રો’માં 64MP કેમેરા, 4500 mAhની બેટરી આપવામાં આવી છે. ઇનબિલ્ટ એમેઝોન એલેક્સા અને ગૂગલ અસિસ્ટન્ટ સાથેનો ‘રેડમી નોટ 8 પ્રો‘ કંપનીનો પ્રથમ સ્માર્ટફોન છે.
લોન્ચિંગ ઓફર
એમેઝોન પર આ બંને સ્માર્ટફોન પર એક જેવી ઓફર મળી રહી છે. સ્માર્ટફોનની ખરીદી પર ‘નો કોસ્ટ EMI‘ની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય Axis બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ખરીદી પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
લોન્ચિંગ ઓફર અંતર્ગત એરટેલનાં 249 અને 349 રિચાર્જ પર ડબલ ડેટા બેનિફિટ આપવામાં આવી રહ્યું છે.
‘રેડમી નોટ 8‘ની કિંમત અને વેરિઅન્ટ
4 GB રેમ+ 64 GB સ્ટોરેજ: 9,999 રૂપિયા
6 GB રેમ+ 128 GB સ્ટોરેજ:12,999 રૂપિયા
‘રેડમી નોટ 8’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.39 ઇંચ |
| ડિસ્પ્લેટાઈપ | ફુલ HD પ્લસ (1080x2280) ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન |
| OS | એન્ડ્રોઇડ પાઇ |
| પ્રોસેસર | ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર વિથ એડ્રિનો 610 જીપીયુ |
| રેમ | 4 GB /6 GB |
| સ્ટોરેજ | 64 GB / 128 GB |
| રિઅરકેમેરા | 48 MP(પ્રાઈમરી)+8MP(120 ડિગ્રી વાઈડ એંગલ લેન્સ)+2MP(મેક્રો લેન્સ)+2MP(ડેપ્થ લેન્સ) |
| ફ્રન્ટ કેમેરા | 13 MP |
| બેટરી | 4000 mAh વિથ 18W ફાસ્ટ ચાર્જ સપોર્ટ |
આ ફોનનાં મૂન લાઈટ વ્હાઇટ, નેપ્ચ્યુન બ્લૂ અને સ્પેસ બ્લેક કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યાં છે.
‘રેડમી નોટ 8 પ્રો’ની કિંમત અને વેરિઅન્ટ
6 GB રેમ+ 64 GB સ્ટોરેજ: 14,999 રૂપિયા
6 GB રેમ+ 128 GB સ્ટોરેજ: 15,999 રૂપિયા
8 GB રેમ+ 128 GB સ્ટોરેજ:17,999 રૂપિયા
‘રેડમી નોટ 8 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.53 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | ફુલ HD પ્લસ (1080x2340) પિક્સલ ડિસ્પ્લે, ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન |
| OS | એન્ડ્રોઇડ પાઇ |
| પ્રોસેસર | ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો જી90ટી |
| રેમ | 6 GB /8 GB |
| સ્ટોરેજ | 64 GB / 128 GB |
|
રિઅર કેમેરા |
64 MP(પ્રાઈમરી)+ 8MP(વાઈડ-એંગલ લેન્સ)+ 2MP(અલ્ટ્રા મેક્રો લેન્સ)+2MP(ડેપ્થ લેન્સ) |
| ફ્રન્ટ કેમેરા | 20 MP |
‘રેડમી નોટ 8 પ્રો‘નાં ગામા ગ્રીન, હોલો વ્હાઇટ અને શેડો બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2W5CCnp
No comments:
Post a Comment