ગેજેટ ડેસ્ક: ચીનની ઇલેક્ટ્રોનિક્સ કંપની ટીસીએલએ ભારતમાં પોતાનું 85 ઇંચનું P8M 4K AI ટીવી લોન્ચ કર્યું છે. આ ટીવીની કિંમત 1,99,990 રૂપિયા છે. આ ટીવીને ગ્રાહકો માત્ર ટીસીએલના સ્ટોર પરથી જ ખરીદી શકશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બૅઝડ આ ટીવીમાં ઘણી ગૂગલ સર્વિસ મળશે, જેમાં ગૂગલ પ્લે ગેમ્સ, ગૂગલ પ્લે મૂવી એન્ડ ટીવી સહિત યુટ્યુબ પણ સામેલ છે. આ ઉપરાંત ટીવીમાં નેટફ્લિક્સ જેવી ઘણી એપ પ્રિ-ઇન્સ્ટોલ મળશે. ટીવીમાં 4K રિઝોલ્યુશનવાળી અલ્ટ્રા એચડી ડિસ્પ્લે મળશે, સાથે જ ટીવીમાં ડોલ્બી ઓડિયો સપોર્ટ સિસ્ટમ પણ મળશે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5, વાઇ-ફાઇ 802.11 જેવી ઘણી સુવિધા મળશે. ટીવી એન્ડ્રોઇડ 9 પાઈ સિસ્ટમ પર કામ કરશે.
આ ટીવી પર કંપની ગ્રાહકોને આરી ઓફર પણ આપી રહી છે. આ ટીવી પર ગ્રાહકોને ત્રણ વર્ષની એક્સટેન્ડેડ પિરિયડ વોરંટી પણ મળશે. કંપનીનું કહેવું છે કે, ગ્રાહકોને ટીવીમાં 9,50,000થી વધારે કલાકનું પ્રીમિયમ ડિજિટલ એન્ટરટેન્મેન્ટ કન્ટેન્ટ મળશે. તેમાં નેટફ્લિક્સ, યુટ્યુબ, હોટસ્ટાર, જિઓ સીએનમાં, ઇરોઝ નાઉ જેવા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન લઈને વીડિયો કન્ટેન્ટ જોઈ શકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2p1b2vx
No comments:
Post a Comment