ગેજેટ ડેસ્કઃ વન પ્લસની 8 સિરીઝને લોન્ચ થવામાં હજુ ઘણો સમય બાકી છે. તે પહેલાં ઈન્ટરનેટ પર ‘વન પ્લસ 8 પ્રો’ના રેન્ડર્સ એટલે કે ગ્રાફિક્સથી બનેલી તસવીર લીક થઈ છે. લીક થયેલી તસવીર અનુસાર ફોનમાં હોલ પંચ ડિસ્પ્લે ડિઝાઇન આપવામાં આવી છે.
91Mobiles વેબસાઈટએOnLeaks સાથે મળીને આ ફોનના રેન્ડર્સ લીક કર્યા છે. તેમાં ફોનનાં ગ્રે વેરિઅન્ટને બતાવવામાં આવ્યું છે. આ ફોનમાં 6.65 ઇંચની કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ ફોન પણ વન પ્લસ 7T પ્રોની જેમ 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટવાળી સ્ક્રીન આપવામાં આવી શકે છે.
લીક થયેલી તસવીર મુજબ ફોનની બેક પેનલમાં વર્ટિકલ પોઝિશનમાં 3 રિઅર કેમેરા આપવામાં આવશે. આ ફોન 5Gને પણ સપોર્ટ કરી શકે છે.
રેન્ડર્સ અનુસાર આ ફોનમાં બટનની પોઝિશન જૂનાં વેરિઅન્ટની જેમ જ હશે. તેમાં વોલ્યુમ બટન ડાબી બાજુ અને પાવર તેમજ અલર્ટ સ્લાઇડર જમણી બાજુએ હશે. ફોનની નીચેની તરફ USB ટાઈપ-સી પોર્ટ અને સ્પીકર આપવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VWr6e5
No comments:
Post a Comment