Tuesday, 22 October 2019

ઓપો A5 2020 ફોનની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો, શરૂઆતની કિંમત 11,990 રૂપિયા

ગેજેટ ડેસ્ક: ઓપો A5 2020 સ્માર્ટફોન થોડા દિવસ પહેલાં ભારતમાં લોન્ચ થયો હતો. ચાર રિઅર કેમેરાવાળા આ ફોનની સાથે કંપનીએ માર્કેટમાં Oppo A9 2020 ફોન પણ લોન્ચ કર્યો હતો. લોન્ચિંગના એક મહિના પછી કંપનીએ Oppo A5 2020 ફોનની કિંમતમાં 500 રૂપિયા ઓછા કરવાની જાહેરાત કરી છે. ગ્રાહક 3 GB રેમવાળા વેરિઅન્ટને હવે 11,990 રૂપિયામાં ખરીદી શકશે. આ ફોનને 12,490 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફોનમાં 12 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો એઆઈ સેલ્ફી કેમેરા છે.

એમેઝોન પર 3 GB+ 64 GB સ્ટોરેજની કિંમત 11,990 રૂપિયા અને 4 GB+ 64 GB સ્ટોરેજની કિંમત 13,990 રૂપિયા છે. આ ફોન ડેઝલિંગ વ્હાઇટ અને મિરર બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.

ઓપો A5 2020 સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.50 ઇંચ
ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલ
રિઅર કેમેરા 12MP+8MP+2MP+2MP
રેમ 3/ 4 GB
સ્ટોરેજ 64 GB
OS એન્ડ્રોઇડ
એક્સપાન્ડેબલ મેમરી 256GB
બેટરી 5000 mAh






Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The price of the Oppo A5 2020 phone is reduced by Rs 500, starting at Rs 11,990


from Divya Bhaskar https://ift.tt/2P9jdk1

No comments:

Post a Comment