ગેજેટ ડેસ્કઃ મોટોરોલા કંપનીએ ભારતમાં 75 ઈંચનું 4K એન્ડ્રોઇડ ટીવી લોન્ચ કર્યું છે. આ ટીવીનું વેચાણ 1,19,990 રૂપિયામાં ફ્લિપકાર્ટ પર કરવામાં આવ્યીરહ્યું છે. આ આ ટીવીનાં ફીચર અન્ય મોડલ જેવાં જ છે પરંતુ તેની ખાસ વાત ટીવીની મસમોટી સ્ક્રીન છે.
આ ટીવીમાં 75 ઇંચની LED બેકલાઇટિંગ અને 60 હર્ટ્ઝનાં રિફ્રેશ રેટની 4K IPS પેનલ આપવામાં આવી છે. આ પેનલ HDR10 કલર્સ અને ડોલ્બીવિઝનને સપોર્ટ કરે છે. આ ટીવીમાં 1GHzનું ક્વૉડ-કોર પ્રોસેસર અને 2.5GBની રેમ આપવામાં આવી છે. આ સ્માર્ટટીવીમાં 16GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ટીવી એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.
આ ટીવીમાં યુઝર ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ તમામ એન્ડ્રોઈડ એપ્સનો એક્સેસ કરી શકશે. આ ટીવી ગૂગલ અસિસ્ટન્ટને સપોર્ટ કરે છે તેનાથી યુઝર વોઇસ કમાન્ડથી ટીવી અને ઘરનાં અન્ય સ્માર્ટ ફોન અપ્લાયન્સ કન્ટ્રોલ કરી શકે છે.
આ ટીવીમાં 30W ના સ્પીકર્સ આપવામાં આવ્યા છે, જે DTS ટ્રુસાઉન્ડ સિસ્ટમને સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PgakFc
No comments:
Post a Comment