ગેજેટ ડેસ્ક: શાઓમીનાં અપકમિંગ સ્માર્ટફોનમાં ડ્યુઅલ અન્ડર ડિસ્પ્લે કેમેરા સેટઅપ જોવા મળશે. તેને ડોટ ઈન અથવા પંચ હોલ કેમેરા કહેવામાં આવે છે. રિપોર્ટ અનુસાર શાઓમી કંપની અન્ડર ડિસ્પ્લે ટેક્નોલોજી પર કામ કરી રહી છે. તાજેતરમાં સામે આવેલી તસવીરો પરથી જોઈ શકાય છે કે આ ટેક્નોલોજી કેવી રીતે કામ કરશે.
તસવીરો મુજબ ફોનમાં ઓલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં કોઈ બેઝલ આપવામાં આવ્યું નથી. કંપનીએ આ ટેક્નોલોજી માટે ગત વર્ષે જ પેટન્ટ ફાઈલ કરાવી હતી.
ટાઇગરમોલ્સનાં રિપોર્ટ અનુસાર શાઓમીએ સપ્ટેમ્બર 2018માં 'ચાઈના નેશનલ ઇન્ટલએક્ચ્યુઅલ પ્રોપર્ટી એડમિનિસ્ટ્રેશન'માં પેટન્ટ ફાઈલ કરાવ્યું હતું. તેની તસવીરોમાં ફોનમાં 2 સેલ્ફી કેમેરાની વચ્ચે થોડી ગેપ જોવા મળી રહી છે. આ ટેક્નોલોજીથી ફોનનો કેમેરા ઈન બિલ્ટ કેમેરા એપ અન્ય ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની એપ ઓપન થાય ત્યારે જ જોવા મળશે.
ફોટોગ્રાફી અથવા વીડિયોગ્રાફી દરમિયાન જ આ કેમેરા સ્ક્રીન પર જોવા મળશે. તેના સિવાય ડિસ્પ્લેનાં પિક્સલ્સ કેમેરાએ કવર કરી લેશે અને યુઝરને ફુલ વ્યૂ ડિસ્પ્લે એક્સપિરિયન્સ મળશે. જોકે આ ટેક્નોલોજી કંપનાનાં કયા ફોનમાં અને ક્યારે લોન્ચ કરવામાં આવશે તે વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Jjc3Wv
No comments:
Post a Comment