Friday, 25 October 2019

હવે ઇન્સ્ટાગ્રામમાં વેબ સિરીઝ કન્ટેન્ટ બનાવવાની અને જોવાની સુવિધા મળશે

ગેજેટ ડેસ્કઃ ઇન્સ્ટાગ્રામનાં વીડિયો પ્લેટફોર્મ IGTV પર વેબ સિરીઝનાં ફોર્મેટમાં વિડીયો બનાવવાની અને જોવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. IGTV પર આ સર્વિસ ગુરુવારથી શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત ક્રિએટર્સને તેમના વીડિયોને સિરીઝનાં ફોર્મેટમાં ઓર્ગેનાઈઝ કરવાની સુવિધા મળશે. તેના માટે તમામ વીડિયોનાં ટાઇટલ અને થીમ એકજેવાં હોવા જોઈએ.

આ સુવિધા યુટ્યુબ પર પહેલાંથી જ આપવામાં આવી છે. IGTV પર વીડિયો સિરીઝનાં ટાઇટલનાં નામથી ક્રિએટર પોતાની ચેનલશરૂ કરી શકે છે. ટાઇટલને આધારે જ અલગ અલગ પ્રકારનાં વિડીયોને અપલોડ કરી શકાશે.

ટિક્ટોક અને યુટ્યુબને ટક્કર મળશે
વીડિયો કન્ટેન્ટનાં વધતાં જતાં ટ્રેન્ડને જોઈને ઇન્સ્ટાગ્રામે વર્ષ 2018માં IGTVની શરૂઆત કરી હતી. હવે તેમાં વેબ સિરીઝની સુવિધા ઉમેરીને કંપની ટિકટૉક જેવાં લોકપ્રિય પ્લેટફોર્મને ટક્કર આપશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Instagram will now have the ability to create and view web series content


from Divya Bhaskar https://ift.tt/2WdAMko

No comments:

Post a Comment