ગેજેટ ડેસ્કઃ Truecaller એપએ ‘Truecaller પે‘ ફીચર પછી હવે નવું ફીચર ‘ગ્રૂપ ચેટ‘ રોલ આઉટ કર્યું છે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS માટે ઉપલબ્ધ છે. આ ફીચરથી યુઝર ચેટ ઉપરાંત ફોટોઝ અને વીડિયો પણ શેર કરી શકે છે.
આ ફીચરની ખાસ વાત એ છે કે કોઈ પણ યુઝર અન્ય યુઝરની પરવાનગી વગર તેને ગ્રૂપમાં સામેલ નહીં કરી શકે. તેના માટે યુઝરે ગ્રૂપ ચેટ માટે અન્ય યુઝરને ઇન્વિટેશન મોકલવાનું રહેશે. અન્ય યુઝર આ ઈન્વિટેશ એક્સપેટ કરશે તો જ તે ગ્રૂપ ચેટનો સભ્ય બની શકશે.
આ ફીચરમાં યુઝરના કોન્ટેક લિસ્ટમાં સેવ ન હોય તેવા ગ્રૂપના સભ્યોના મોબાઈલ નંબર ઓટોમેટિક રીતે હાઇડ થઈ જશે. તેને જોવા માટે યુઝર અન્ય યુઝરને કોન્ટેક્ટ રિકવેસ્ટ મોકલી શકે છે.
આ ફીચરની મદદથી ગ્રૂપના સભ્ય અન્ય સભ્યોની ટ્રુકોલર પ્રોફાઈલ જોઈ શકશે. એટલે કે આ ફીચરની મદદથી યુઝર ગ્રૂપના મેમ્બર્સ કોની સાથે વાત કરે છે તે જાણી શકશે.
કંપનીના જણાવ્યા અનુસાર આ ફીચરથી સિક્યોર અને સ્પામ ફ્રી કમ્યૂનિકેશન કરી શકાય છે. તેથી આ ફીચરમાં ઇન્વિટેશનને એડ કરવામાં આવ્યું છે. આ ફીચરમાં ગ્રૂપ ચેટ માટે યુઝર ‘accept’ અને ‘decline’ ઓપ્શનો ઉપયોગ કરી શકે છે. અન્ય એપ્લિકેશની જેમ આ ગ્રૂપ ચેટ ફીચરમાં એડમિન યુઝરની પરવાનગી વગર તેમને ગ્રૂપમાં એડ કરી શકશે નહીં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2J2ji5m
No comments:
Post a Comment