Saturday, 19 October 2019

હુવાવે કંપનીનો મિડરેન્જ સ્માર્ટફોન ‘એન્જોય 10’ લોન્ચ થયો

ગેજેટ ડેસ્કઃ હુવાવે કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન ‘એન્જોય 10’ સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 48 MPનો પ્રાઈમરી કેમેરા અને 2MPનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં હોલ પંચ ડિઝાઈન આપવામાં આવી છે. તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં કંપનીનું પોતાનું કિરિનએફ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનનાં રેડ, બ્લૂ, ક્રિસ્ટલ અને બ્લેક કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યા છે.
ચીનમાં આ ફોનનાં 4GB + 64GB વેરિઅન્ટની કિંમત 1,199 ચીની યુઆન (આશરે 12,000 રુપિયા) છે અને 4GB + 128GB વેરિઅન્ટની કિંમત 1,399 ચીની યુઆન (આશરે 14,000 રુપિયા) છે.
‘હુવાવે એન્જોય 10’નાં બેઝિક સ્પેસિફિકેશન
આ ફોન એન્ડ્રોઇડ 9 પાઈ અને EMUI રેટિંગ સિસ્ટમ પર રન કરે છે. આ ફોનમાં 6.39 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 90.15% સ્ક્રીન ટુ રેશિયો આપવામાં આવ્યો છે. ફોનની ઇનબિલ્ટ મેમરીને SD કાર્ડથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
ફોનમાં ઇનડિસ્પ્લે ફિંગપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. ફોનમાં 4000mAHની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જોકે આ ફોનને ભારતમાં ક્યારે અને કેટલી કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કંપનીએ કોઈ માહિતી જાહેર કરી નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Huawei Company's midrange smartphone 'Enjoy 10' launches


from Divya Bhaskar https://ift.tt/2Bp1Svc

No comments:

Post a Comment