Thursday, 7 November 2019

ભારતમાં સ્ટફકૂલ કંપનીની ક્રેડિટ કાર્ડ જેટલી 10,000 mAhની પાવર બેન્ક લોન્ચ, કિંમત 1799 રૂપિયા

ગેજેટ ડેસ્ક: સ્ટફકૂલ કંપનીએ ભારતના માર્કેટમાં પોતાની નવી પાવર બેન્ક લોન્ચ કરી છે. ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 10,000 mAhની કેપેસિટી ધરાવતી આ પાવર બેન્ક હથેળી જેટલી નાની છે. તેની કિંમત 1799 રૂપિયા છે.કંપનીએ દાવો કર્યો છે કે, આ સૌથી નાની પાવર બેન્ક છે, જે ક્વોલકોમ ક્વિક ચાર્જ 3.0 ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કટે છે. તેનો યુએસબી ટાઈપ-સી પોર્ટ 18 વૉટ પાવર આઉટપુટ ડિલિવર કરે છે. આ પાવર બેન્ક 50થી 70 ગણી ઝડપી ચાર્જ કરે છે. પાવર બેન્ક આઈફોનને માત્ર 30 મિનિટમાં 50 ટકા ચાર્જ કરી દે છે. હાલ આ પાવર બેન્ક માત્ર બ્લેક કલરમાં જ ઉપલબ્ધ છે.

લોન્ચિંગ ઓફર હેઠળ આ પાવર બેન્કને હાલ 1399 રૂપિયામાં ખરીદી શકાય છે. ભારતીય માર્કેટમાં સ્ટફકૂલ પાવરબેન્કની રિઅલમી અને શાઓમી કંપની સાથે ટક્કર થશે. કંપની આ પાવર બેન્ક પર 6 મહિનાની વોરંટી પણ આપી રહી છે.

169 ગ્રામ વજનની આ પાવરબેન્કનું ડાયમેંશન 21.5x91x64 એમએમ છે. તેમાં ચાર્જિંગ લેવલ જાણવા માટે એલઈડી લાગેલી છે. તેમાં કુલ 2 આઉટપુટ પોર્ટ છે. પાવરબેન્કમાં 1000 mAhની લિથિયમ આયર્ન બેટરી લાગેલી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
This fast charging 10,000 mAh power bank by Stuffcool is as tall as a credit card


from Divya Bhaskar https://ift.tt/2WR3DeJ

No comments:

Post a Comment