Thursday, 7 November 2019

'mi એર પ્યોરિફાયર 3' ભારતમાં લોન્ચ થયું, કિંમત ₹ 9,999

ગેજેટ ડેસ્કઃ શાઓમીએ ભારતીય બજારમાં નવું એર પ્યોરિફાયર 'mi એર પ્યોરિફાયર 3' લોન્ચ કર્યું છે. આ એર પ્યોરિફાયરમાં HEPA (હેપા) ક્લાસ 13 ફિલ્ટર અને OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું વેચાણ Mi.com, MI સ્ટોર અને ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ગુરુવારથી શરૂ કરવામાં આવ્યું છે. આ પ્યોરિફાયરને સિંગલ વ્હાઇટ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.


એર પ્યોરિફાયર 3નાં ફીચર્સ

  • આ પ્યોરિફાયરમાં ટ્રિપલ લેયર ફિલ્ટર આપવામાં આવ્યું છે. તેમાં પ્રાઈમર ફિલ્ટર હેપા કલાસ 13 ફિલ્ટર આપવામાં આવ્યું છે, જે 0.3 માઇક્રોન્સ સુધીના પાર્ટિકલ્સનો નાશ કરે છે. આ સાથે જ એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર પણ આપવામાં આવ્યું છે.
  • તેની CADR (ક્લિઅર એર ડિલિવરી રેટ) 380 કયુબિક મીટર પ્રતિ કલાકની છે. તેનો લુક એર પ્યોરિફાયર 2S જેવો જ છે. MI હોમ એપથી કનેક્ટ કરીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તે ગૂગલ અસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સાને સપોર્ટ કરે છે.
  • આ પ્યોરિફાયરની મદદથી PM 2.5 લેવલ ચેક કરી શકાય છે. એર ક્વૉલિટીને આધારે તેમાં 3 અલગ અલગ ઇન્ડિકેટર પણ આપવામાં આવ્યાં છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'mi air purifier 3' launches in india, priced at RS 9,999


from Divya Bhaskar https://ift.tt/2WP5W1Z

No comments:

Post a Comment