Thursday, 14 November 2019

‘સિંગલ્સ ડે સેલ’એ 24 કલાકમાં 2.73 લાખ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું

ગેજેટ ડેસ્ક: ઈ-કોમર્સ કંપની અલીબાબા તેની કમાણી અને વેચાણને લઈને મીડિયાની નજરમાં હોય છે. હાલમાં સામે આવેલા આંકડા પ્રમાણે અલીબાબા 'સિંગલ્સ ડે સેલ' માં 38.4 બિલિયન ડોલર એટલે કે 2.73 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ બ્રેક વેચાણ કર્યું છે. ગયા વર્ષે આ સેલમાં 24 કલાકમાં 30.7 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું.

સેલમાં અલીબાબા કંપનીએ માત્ર 29.45 સેકન્ડમાં જ 71 હજાર કરોડનું વેચાણ કર્યું હતું. સિંગલ્સ ડે સેલે અગાઉના રેકોર્ડ પણ તોડી દીધા છે. કંપનીના એક્ઝિકયુટીવે કહ્યું કે, 24 કલાકના આ સેલમાં સૌથી વધારે ફેશન આઈટમ અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ વેચાયા છે. આ અલીબાબા કંપની 11મો સિંગલ્સ ડે સેલ હતો. આ વર્ષે સાયબર સેલ અને બ્લેક ફ્રાઈડે કરતાં પણ સિંગલ્સ ડે સેલને સારો રિસ્પોન્સ મળ્યો છે. નોંઘનીય છે કે, આ સેલમાં દુનિયાભરનાં કરોડો ગ્રાહકોએ ભાગ લીધો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Alibaba’s Singles’ Day sales top $38 billion


from Divya Bhaskar https://ift.tt/32GldU0

No comments:

Post a Comment