Wednesday, 13 November 2019

ભારતમાં એપલનાં ઈઅરબડ્સ 'એરપોડ્સ પ્રો'નું વેચાણ શરૂ થયું, કિંમત ₹ 24,900

ગેજેટ ડેસ્કઃ એપલ કંપનીએ ભારતમાં નોઇઝ કેન્સલેશન ઈઅરબડ્સ 'એરપોડ્સ પ્રો'નું વેચાણ બુધવારથી શરૂ કર્યું છે. ગત મહિને તેને એરપોડ્સનાં અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યાં હતાં. અમેરિકામાં તેનું વેચાણ 30 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. આ એરપોડ્સ પ્રોમાં ડેડિકેટેડ ટ્રાન્સપરન્સી મોડ ફીચર અને વાયરલેસ ચાર્જિંગની સુવિધા આપવામાં આવી છે.

એરપોડ્સ પ્રોને દેશના કોઈ પણ એપલ અથોરાઈઝ્ડ સ્ટોર પરથી ખરીદી શકાય છે. ભારતમાં એરપોડ્સની કિંમત 24,900 છે. ટૂંક સમયમાં તેનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઈટ પર શરૂ કરવામાં આવશે.

આ સિવાય સેકન્ડ જનરેશન એરપોડ્સ વિથ રેગ્યુલર ચાર્જિંગ કેસ (14,900 રૂપિયા) અને એરપોડ્સ વિથ વાયરલેસ ચાર્જિંગ કેસ (18,900 રૂપિયા)નું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે.

એરપોડ્સ પ્રોનાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ એરપોડ્સમાં ઈન-ઈયર ડિઝાઇન આપવામાં આવી છે. તે ફ્લેક્સિબલ સિલિકોન ઈયર ટિપ્સને સપોર્ટ કરે છે, જેને લીધે આજુબાજુનો અવાજ યુઝરને સંભળાતો નથી.
  • એરપોડ્સ પ્રો સાથે સ્મોલ, મીડિયમ અને લાર્જ સાઈઝનાં ઇઅર ટિપ્સ પણ આપવામાં આવ્યાં છે.
  • તેમાં પ્રેશર કન્ટ્રોલ કરવા માટે ઇનોવેશન વેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ એરપોડ્સ સ્વેટ અને વોટર રઝિસ્ટન્ટ છે.
  • એક્ટિવ નોઇઝ કેન્સલેશન ફીચર માઈક્રોફોન અને સોફ્ટવેરની મદદથી બેકગ્રાઉન્ડ અવાજને રોકે છે.
  • તેમાં ટ્રાન્સપરન્સી મોડ પણ છે. તેની મદદથી યુઝર મ્યૂઝિક સાંભળતી વખતે આસપાસનો અવાજ પણ સાંભળી શકે છે. એરપોડ્સમાં લાગેલાં ફોર્સ સેન્સરની મદદથી એક્ટિવ નોઈઝ કેન્સલેશન મોડથી ટ્રાન્સપરન્સી મોડને બદલી શકાય છે.
  • તેમાં સોફ્ટવેર અલ્ગોરિધમ અને બિલ્ટ ઈન માઈક્રોફોન આપવામાં આવ્યાં છે. તે એપલ h1 ચિપ બેઝ્ડ છે.
  • આ એરપોડ્સ iOS 13.2, આઇપેડ OS 13.2, વોચ OS 6.1, ટીવી OS 13.2, મેક OS કેટાલિના 10.15.1 પર રન કરશે.
  • સિંગલ ચાર્જ પછી 4.5 કલાક સુધી તેનો ઉપયોગ કરી શકાય છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple's 'AirPods Pro' starts selling in India, priced at ₹ 24,900
Apple's 'AirPods Pro' starts selling in India, priced at ₹ 24,900


from Divya Bhaskar https://ift.tt/2ryGXnR

No comments:

Post a Comment