ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની ‘શાઓમી’ પોતાની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ MIUI 11માં 3 નવાં ફીચર ઉમેરવાની તૈયારીમાં છે. ચાઈનીઝ વેબસાઈટ ‘ગિઝમોચાઈના’ના રિપોર્ટ અનુસાર 'ફોકસ મોડ', 'કરિક્યુલમ' અને 'કસ્ટમાઈઝેબલ લોક સ્ક્રીન' 3 નવાં ફીચર એડ કરવામાં આવશે.
ફોકસ મોડ
આ મોડ ઓન કરવાથી ફોનમાં કેટલાક પ્રકારનાં રિસ્ટ્રિક્શન આવી જશે. તેની સાથે જ આ મોડ ઓન કરતા કેટલાક કેમેરા ફીચર અને ઇમર્જન્સી કોલિંગ સેવા ચાલુ રહેશે. આ મોડમાં યુઝર ફોનના રનિંગ ટાઈમને 20થી 90 મિનિટ્સ સુધી એડ્જસ્ટ કરી શકાય છે. આ મોડને સેટિંગમાં જઈને સ્ક્રીન ટાઈમ મેનેજમેન્ટમાં ઓન કરી શકાય છે.
કરિક્યુલમ મોડ
આ મોડ વિદ્યાર્થીઓ માટે ડેવલપ કરવામાં આવ્યો છે. આ ફીચરમાં વિદ્યાર્થીઓ માટે એક કેલેન્ડર આપવામાં આવશે, જેમાં નોટ્સ તૈયાર કરી શકાશે.
કસ્ટમાઈઝેબલ લોક સ્ક્રીન
આ ફીચરની મદદથી યુઝર કલર્સ, કેપ્શન, પિક્ચર અને ઈમોજીને લોક સ્ક્રીનમાં પણ એડ્જસ્ટ કરી શકશે. આ નવાં ફીચર અપડેટ પહેલાં રેડમી K20, પોકો F1, રેડમી નોટ 7 પ્રો, રેડમી નોટ 7, રેડમી Y3 અને રેડમી નોટ 7S સ્માર્ટફોન્સમાં આપવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CwiOAz
No comments:
Post a Comment