Tuesday, 12 November 2019

26 નવેમ્બરે મીડિયાટેક કંપની 5G પ્રોસેસર લોન્ચ કરી શકે છે

ગેજેટ ડેસ્ક: સ્માર્ટફોન પ્રોસેસર અને ચિપસેટ બનાવનારી મીડિયાટેક કંપની ટૂંક સમયમાં તેનું પ્રથમ 5G કનેક્ટિવિટી પ્રોસેસર લોન્ચ કરવાની છે. રિપોર્ટ પ્રમાણે આ પ્રોસેસર 26 નવેમ્બરે લોન્ચ થઈ શકે છે. આની પહેલાં કંપનીએ પોતાની ગેમિંગ ફોકસ ચિપ મીડિયાટેક G90 પણ લોન્ચ કરી છે. ઉલ્લેખનીય છે કે, કવૉલકોમ અને હુવાવે કંપની 5G કનેક્ટિવિટી પ્રોસેસર લોન્ચ કરી ચૂકી છે.

GSMArenaના રિપોર્ટ પ્રમાણે, આ ચિપસેટમાં MT6885Z ડેઝિગ્નેશન હોઈ શકે છે. આ ફ્લેગશિપ ચિપસેટમાં 7nm સિલિકોન મળી શકે છે. ચિપને ઓપ્પો અને વિવો કંપની તેના સ્માર્ટફોનમાં પણ ઉપયોગમાં લઈ શકે છે. શાઓમી કંપની આ ચિપને K20 સિરીઝના અપગ્રેડ વેરિએન્ટ રેડમી K30માં આપી શકે છે. રિપોર્ટ મુજબ મીડિયાટેક કંપની 5G પ્રોસેસરનું પ્રોડક્શન વર્ષ 2020ના પ્રથમ ક્વાર્ટરમાં શરુ કરી શકે છે. ત્યારબાદ તેનો ઉપયોગ સ્માર્ટફોનમાં કરી શકાશે.




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
MediaTek 5G SoC to Launch on November 26, First Devices Due in Q1 2020: Report
MediaTek 5G SoC to Launch on November 26, First Devices Due in Q1 2020: Report


from Divya Bhaskar https://ift.tt/33F1JjL

No comments:

Post a Comment