Saturday, 2 November 2019

ચીનનાં 50 શહેરમાં 5G સેવા શરુ, દર મહિને 1300 રૂપિયામાં 30 GB ડેટા મળશે

ગેજેટ ડેસ્ક: 5G ટેક્નોલોજીની બાબતે ચીન ભારત સહિત અન્ય દેશ કરતાં આગળ વધી રહ્યું છે. શુક્રવારે ચીનમાં ઓફિશિયલ રીતે 5G સેવા શરુ કરી દીધી છે. હાલ આ સેવા ચીનના 50 શહેરમાં જ શરુ કરી છે. ચીનમાં ત્રણ સરકારી કંપની ચાઈના મોબાઈલ। ચાઈના ટેલિકોમ અને ચાઈના યુનીફાર્મે 5G પ્લાન પણ લોન્ચ કર્યા છે. આ પ્લાનની શરૂઆતની કિંમત 1300 રૂપિયાથી 6000 રૂપિયા પ્રતિ મહિનો છે. 1300 રૂપિયામાં ગ્રાહકોને 30 જીબી ડેટા અને 500 મિનિટ વોઇસ ચેટની સુવિધા મળશે, જ્યારે 6000 રૂપિયામાં 300 જીબી ડેટા મળશે. રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020 સુધીમાં ચીનમાં 6G ટ્રાયલ પણ શરુ થઈ જશે.

5G ઇન્ટરનેટ આવું તે પહેલાં 1 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું
રિપોર્ટ પ્રમાણે, આ સેવા શરૂઆતમાં બેઇજિંગ અને શાંઘાઈ સહિત 50 શહેરમાં શરુ કરી છે. ચાઈના મોબાઈલ કંપનીએ બેઇજિંગમાં સારી સ્પીડ માટે 5000 બેઝ સ્ટેશન ઇન્સ્ટોલ કર્યા છે, જો કે હજુ ઘણા ગ્રામીણ વિસ્તારમાં આ સુવિધા પહોંચાડવાની બાકી છે. ચીનના લોકોમાં 5G ઇન્ટરનેટનો એટલો બધો ઉત્સાહ હતો કે, પ્લાન લોન્ચ થયા પહેલાં 1 કરોડથી વધારે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

ચીનની પહેલાં આ સેવા સાઉથ કોરિયા, અમેરિકા અને બ્રિટનમાં સૌપ્રથમ શરુ કરવામાં આવી છે. 5G પાંચમા જનરેશનનું મોબાઈલ નેટવર્ક છે, જેમાં ઝડપી સ્પીડ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
5G service launches in 50 cities in China will get 30 GB of data for Rs 1300 per month


from Divya Bhaskar https://ift.tt/34ouxgp

No comments:

Post a Comment