ગેજેટ ડેસ્ક: અત્યાર સુધીમાં મેસેજિંગ એપ વોટ્સએપ પર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબના વીડિયો જોઈ શકતા હતા. ટૂંક સમયમાં વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જેવા કે એમેઝોન પ્રાઈમ કે નેટફ્લિક્સના વીડિયો પણ જોઈ શકશે. WABetaInfoએ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે. વોટ્સએપથી જોડાયેલા સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ દાવો કર્યો છે કે, હવે વોટ્સએપ યુઝર ચેટ બોક્સમાં નેટફ્લિક્સ પર અપલોડ થતા ટ્રેલર જોઈ શકશે. યુટ્યુબ વીડિયોની જેમ નેટફ્લિક્સના વીડિયોની લિંક પણ હવે વોટ્સએપ ચેટ બોક્સમાં દેખાશે.
▶️ WhatsApp to start streaming trailer videos from Netflix!https://t.co/S1lTjBOWn4
— WABetaInfo (@WABetaInfo) November 1, 2019
Thanks Ahmad for the report to WABetaInfo!
Did you find a new service? Report to me :D
રિપોર્ટ પ્રમાણે હાલ કંપની આ ફીચર માત્ર આઈઓએસ યુઝર માટે બનાવી રહી છે. આ ફીચરનો લાભ પણ સૌપ્રથમ આઈઓએસ યુઝરને જ મળશે. ત્યારબાદ એન્ડ્રોઇડ યુઝરને તેનો લાભ મળશે. આ ઉપરાંત અન્ય ફીચરમાં જોવા જઈએ તો WABetaInfo પ્રમાણે, વોટ્સએપમાં ટૂંક સમયમાં ડાર્ક મોડ પણ આપવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36qBzDk
No comments:
Post a Comment