ગેજેટ ડેસ્કઃ ચીનમાં શાઓમી કંપનીએ 20 વૉટનું વાયરલેસ ફાસ્ટ ચાર્જર લોન્ચ કર્યું છે. આ વાયરલેસ ચાર્જરની કિંમત 79 ચીની યુઆન (આશરે 800 રૂપિયા ) છે. આ ચાર્જરની મદદથી ફોનને હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને પોઝિશનમાં ચાર્જ કરી શકાય છે. વાયરલેસ ટેક્નોલોજીને સપોર્ટ કરતા ડિવાઇસ જ આ ચાર્જરને સપોર્ટ કરશે
વાયરલેસ ચાર્જરનાં બેઝિક સ્પેસિફિકેશન
- આ નવા ચાર્જરમાં એક નેનો સર્ક્યુલર બેઝ આપવામાં આવ્યો છે. તેમાં એંગલ સ્ટેન્ડ પણ આપવામાં આવ્યું છે. આ ચાર્જર Qi વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી પર બેઝ્ડ છે.
- આ વાયરલેસ ચાર્જરને બ્લેક કલર અને મેટ ફિનિશિંગ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.
- તેની ડિઝાઇનને કારણે યુઝર ફોનની નોટિફિકેશનને સરળતાથી જોઈ શકશે.
- આઈફોન, સેમસંગ ગેલેક્સી નોટ અને S સિરીઝના સ્માર્ટફોનને આ ચાર્જરની મદદથી ચાર્જ કરી શકાશે.
- જોકે ભારતમાં તેને કઈ કિંમત સાથે અને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CynZjG
No comments:
Post a Comment