Sunday, 10 November 2019

વ્હોટ્સએપની નવી અપડેટમાં બેટરી ડિસ્ચાર્જ થવાની સમસ્યા, યુઝર્સ ટ્વીટ કરીને માહિતી શેર કરી રહ્યા છે

ગેજેટ ડેસ્કઃ વ્હોટ્સએપ પર બેટરી ડ્રેઇનિંગની સમસ્યાના ટ્વીટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. બેટરી ડ્રેઇનિંગની સમસ્યાથી એન્ડ્રોઇડ અને iOS સ્માર્ટફોન યુઝરને સામનો કરવો પડી રહ્યો છે. વ્હોટ્સએપ સાથે જોડાયેલા સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfo એ બેટરી ડ્રેઇનિંગ સમસ્યા વિશે ટ્વીટ કર્યું છે. ટ્વીટ અનુસાર વ્હોટ્સએપની બેકગ્રાઉન્ડ એક્ટિવિટીને લીધે ફોનની બેટરી જલ્દી ડિસ્ચાર્જ થઈ રહી છે.

WABetaInfoનું ટ્વીટ

WABetaInfoએ પોતાના ટ્વીટમાં લખ્યું કે 'iOS યુઝરને વ્હોટ્સએપ અપડેટ કર્યાં પછી બેટરી ડ્રેઇનિંગની સમસ્યા જોવા મળી રહી છે. એપ બેકગ્રાઉન્ડમાં બેટરી વધારે ડિસ્ચાર્જ થતી જોવા મળી રહી છે.'

ટ્વિટર પર પણ કેટલાક યુઝરે આ મામલે ટ્વીટ કર્યાં છે. કેટલાક યુઝરે બેકગ્રાઉન્ડની એકિટવિટીના સ્ક્રીનશૉટ શેર કર્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
WhatsApp update the problem of battery discharge, users are tweeting and sharing information


from Divya Bhaskar https://ift.tt/33ATa9F

No comments:

Post a Comment