Saturday, 9 November 2019

હોમફૂડી એપ ગ્રાહકોને ઘર જેવું જ ભોજન ડિલીવર કરશે, મહિલાઓ ઘરે બેઠા કમાણી કરી શકશે

ગેજેટ ડેસ્ક: નોઈડાના ઈ-કોમર્સ સ્ટાર્ટઅપ હોમફૂડીએ ગ્રાહકોને સારી ફૂડ ક્વોલિટીની સાથે સારી ડિલિવરી પણ આપવા માટે ડુન્ઝો કંપની સાથે પાર્ટનરશિપ કરી છે. આ બંને કંપની સાથે મળીને શેફે બનાવેલી વાનગી તમારા ઘર સુધી પહોંચાડશે. આ માટે હોમફૂડીએ એક એપ પણ લોન્ચ કરી છે. કંપનીએ આ એપ ઘર કી લક્ષ્મી બની ભારત કી લક્ષ્મી અભિયાન હેઠળ લોન્ચ કરી છે. આ એપની મદદથી ગ્રાહક ઘર બેઠા જ તેને ભાવતું ભોજન ઓર્ડર કરી શકે છે.

ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, આ એપ ભારતીય મહિલાઓને ઘરે બેઠા પૈસા કમાવવાનો ચાન્સ આપવા માગે છે. એપની મદદથી મહિલાઓ શેફ બનીને પૈસા કમાઈ શકશે. કંપનીનો હેતુ ગ્રાહકોને હેલ્ધી અને હાઈજેનિક ભોજન આપવાનો છે.

એપ લોન્ચિંગ દરમિયાન હોમફૂડીના ફાઉન્ડર અને ડિરેક્ટર નરેન્દ્ર સિંહ દહિયાએ જણાવ્યું કે, હોમફૂડી હોમમેકર્સને એક એવું પ્લેટફોર્મ આપે છે, જ્યાં તેઓ માત્ર પોતાની આવડત જ નહીં પણ આર્થિક રીતે પણ સશક્ત થઈ શકે છે. ડિલિવરી સર્વિસ આપતી ડુન્ઝો કંપની સાથે પાર્ટનરશિપ કર્યા પછી 100થી વધારે શેફ નોઈડામાં 1000થી વધારે ઓર્ડર ગ્રાહકો સુધી પહોંચાડી શકશે.

તો બીજી તરફ ડુન્ઝો કંપનીનાં આભાર ગિલ્હોત્રાએ કહ્યું કે, એક બ્રાન્ડની રીતે જોવા જઈએ તો અમે એક એવું પ્લેટફોર્મ આપીએ છીએ, જેમાં યુઝર તેના નજીકના ડિલિવરી પર્સનનો કોન્ટેક્ટ કરી શકે. આ માધ્યમથી યુઝર પોતાની રીતે ઓર્ડર કરી શકે છે અને કોઈ પણ મુશ્કેલી વગર ભાવતા ભોજનનો આનંદ લઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Homefoodi Partners with Dunzo to bring Authentic Home Made Delicacies Delivered at your Doorstep


from Divya Bhaskar https://ift.tt/32qUPxi

No comments:

Post a Comment