ગેજેટ ડેસ્ક: શાઓમીએ બેઈજિંગની એક ઈવેન્ટમાં ‘mi cc9 પ્રો’ ફોન સાથે લેટેસ્ટ ટીવી સીરિઝ ‘mi TV 5’ લોન્ચ કરી છે. ટીવીનાં 2 મોડેલ ‘mi TV 5’ અને ‘mi TV 5 પ્રો’ લોન્ચ કર્યાં છે. બંને ટીવીમાં 55 ઈંચ, 65 ઈંચ અને 75 ઈંચની સ્ક્રીનના ઓપ્શન આપવામાં આવ્યા છે. પ્રો વેરિઅન્ટમાં ક્વાટમ ડોટ સ્ક્રીન, memc મોશન સ્મૂધિંગ ટેક્નોલોજી અને HDR 10+ સપોર્ટ કરે છે.
Mi TV 5 સીરિઝની કિંમત
- Mi TV 5નાં 55 ઈંચનાં વેરિઅન્ટની કિંમત 2999 ચીની યુઆન (આશરે 30,200 રૂપિયા), 65 ઈંચનાં વેરિઅન્ટની કિંમત 3999 ચીની યુઆન (આશરે 40,200 રૂપિયા) અને 75 ઈંચનાં વેરિઅન્ટની કિંમત 7999 ચીની યુઆન (આશરે 80,400 રૂપિયા) છે.
- Mi TV 5 પ્રો ટીવીનાં 55 ઈંચનાં વેરિઅન્ટની કિંમત 3699 ચીની યુઆન (આશરે 37,200 રૂપિયા), 65 ઈંચનાં વેરિઅન્ટની કિંમત 4999 ચીની યુઆન (આશરે 50,300 રૂપિયા) અને 75 ઈંચનાં વેરિઅન્ટની કિંમત 9999 ચીની યુઆન (આશરે1,00,500 રૂપિયા) છે.
- ચીનમાં બંને મોડેલનું વેચાણ 11 નવેમ્બરથી શરૂ થશે. તેનું પ્રિ-બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે ભારતમાં તેને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.
Mi TV 5 સીરિઝનાં બેઝિક સ્પેસિફિકેશન
- બંને મોડેલમાં એક જેવી જ ડિઝાઈન આપવામાં આવી છે. તેમાં એલ્યુમિનિયમ ફ્રેમ અને સ્ક્રુલેસ ડિઝાઈન આપવામાં આવી છે.
- ટીવી 4 સીરિઝની સરખામણીએ mi TV5 સીરિઝનાં વેરિઅન્ટ 47% થિન છે. નવાં મોડેલમાં 1.8mmની બેઝલ આપવામાં આવી છે.
- ‘mi TV 5પ્રો’ ટીવીમાં 4K રિઝોલ્યુશન (3840x2160 પિક્સલ)ની OLED ક્વોન્ટમ ડોટ સ્ક્રીન આપવામાં આવી છે.
- ‘mi TV 5’ ટીવીમાં 4K રિઝોલ્યુશન (3840x2160 પિક્સલ)ની ડિસ્પલે આપવામાં આવી છે.
- બંને ટીવીમાં એમલોજિક T972 પ્રોસેસર અને 8K વીડિયો પ્લેબેક સપોર્ટ આપવામાં આવ્યો છે.
- કનેક્ટિવિટી માટે બંને વેરિઅન્ટમાં વાઈફાઈ 802.11, 3 HDMI પોર્ટ, 2 USB પોર્ટ, બ્લુટૂથ 4.2, 4 માઈક્રોફોન્સ અને શાઓમી વોઈસ અસિસ્ટન્ટ સપોર્ટ આપવામાં આવ્યો છે.
- ‘mi TV 5’માં 3 GBની રેમ અને 32 GBનું સ્ટોરેજ તથા ‘mi TV 5પ્રો’માં 4 GBની રેમ અને 64 GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pzHVQl
No comments:
Post a Comment