ગેજેટ ડેસ્ક: ફ્લિપકાર્ટની ઈન હાઉસ બ્રાંડ MarQએ મંગળવારે ભારતમાં પોતાની ટીવી સ્ટ્રીમિંગ સ્ટિક MarQ ટર્બોસ્ટ્રીમ લોન્ચ કરી છે. એન્ડ્રોઈડ 9.0 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત આ સ્ટિક 60 ફ્રેમ્સ પ્રતિ સેકન્ડ પર ફુલ HD રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. તેમાં 1 GBની રેમ અને 8GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટિકની કિંમત 3,499 રૂપિયા છે. તેને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે.
ટર્બોસ્ટ્રીમ સ્ટ્રીમિંગ સ્ટિકનાં બેઝિક સ્પેસિફિકેશન
1.ટર્બોસ્ટ્રીમ સ્ટ્રીમિંગ સ્ટિક ડોલ્બી ડિજિટલ ઓડિયો સહિત 2.4 અને 5 ગીગીહર્ટ્ઝ વાઈફાઈને સપોર્ટ કરે છે. સ્ટિક સાથે ગૂગલ અસિસ્ટન્ટ અને વોઈસ કન્ટ્રોલ ફીચર પણ આપવામાં આવ્યાં છે.
2.સ્ટિકમાં ઈનબિલ્ટ ક્રોમકાસ્ટ ફીચર આપવામાં આવ્યું છે, જેની મદદથી યુઝર તેના સ્માર્ટફોનની સ્ક્રીનને ટીવીમાં જોઈ શકશે.
3.સ્ટિકમાં નેટફ્લિક્સ અને યુટ્યુબ પર જવા માટે શોર્ટકટ બટન આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 4.0 આપવામાં આવ્યું છે.
4.આ સ્ટિક ગૂગલ પ્લે સ્ટોર સાથે નેટફ્લિક્સ, હોટસ્ટાર, ઝી5, સ્પોર્ટિફાય સહિતની એપને સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Nm1c0A
No comments:
Post a Comment