ગેજેટ ડેસ્કઃ વોડાફોને લેટેસ્ટ પોસ્ટપેઈડ પ્લાન ‘વોડાફોન RedX લિમિટેડ’ લોન્ચ કર્યો છે. આ પ્લાનને 999 રૂપિયાના માસિક ચાર્જ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં યુઝરને 50% હાયર સ્પીડ ઈન્ટરનેટ મળશે. આ પ્લાનમાં ઇન્ટરનેશનલ રોમિંગ સેવાઓ, પ્રીમિયમ કસ્ટમર સર્વિસ સહિત અનેક ઓફર આપવામાં આવી રહી છે.
RedX પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ્સ, ડેટા એક્સેસ અને 100 sms પ્રતિ દિવસની સુવિધા આપવામાં આવી છે. તેની સાથે જ ગ્રાહકોને બેઝિક નેટફ્લિક્સ,એમેઝોન પ્રાઈમ, Zee5 અને વોડાફોન પ્લેનું પણ સબ્સ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે.
આ પ્લાનથી Hotels.comથી હોટેલ બુકિંગ કરવા પર ગ્રાહકોને 15% ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે. આ સિવાય સેમસંગના ઓનલાઈન સ્ટોરપરથી કેટલાક ફોન પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
આ પ્લાન સાથે કોલિંગ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. કંપનીના જણાવ્યા અનુસાર આ પ્લાન સાથે ગ્રાહકોને અન્ય પોસ્ટપેઈડ પ્લાનની સરખામણીએ 50% હાઈ ડેટા ટ્રાન્સફર સ્પીડ મળશે.
ગ્રાહકો વોડાફોન ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પરથી અથવા માય વોડાફોન એપની મદદથી આ પ્લાનને પ્રિ-બુક કરાવી શકે છે. RedX પ્લાનને ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ્ડ તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે, જેથી તેનો લાભ અમુક ગ્રાહકોને જ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oZ4wW9
No comments:
Post a Comment