ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની વિવોના અપકમિંગ સ્માર્ટફોન વિવો S5ની ટીઝર ઇમેજ લોન્ચ થઈ છે. કંપની આ ફોનને 14 નવેમ્બરે લોન્ચ કરી શકે છે. ટીઝર મુજબ ફોનમાં બેક પેનલમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ અને LED ફ્લેશ લાઈટ આપવામાં આવી છે. આ સેટઅપને ડાયમંડ શેપ આપવામાં આવ્યો છે, જેમાં 3 કેમેરા અને LED ફ્લેશ લાઈટ સામેલ છે.
ટીઝર ઇમેજ મુજબ ફોનમાં પંચ હોલ કેમેરા સાથેની ફુલ સ્ક્રીન ડિઝાઇન આપવામાં આવી છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
ટીઝર પરથી આ ફોનનો લુક સ્ટાઈલિશ નજરે પડે છે. ફોનમાં ગ્રેડિઅન્ટ ફિનિશિંગ આપવામાં આવ્યું છે. ફોનની બેક પેનલમાં લાઈટ બ્લૂ શેડ અને કોર્નરમાં લાઈટ પિન્ક શેડ જોવા મળી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. જોકે કંપનીએ આ ફોનની કિંમત અને સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી આપી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36HaXhw
No comments:
Post a Comment