Saturday, 9 November 2019

હુવાવે કંપની ટૂંક સમયમાં 'હુવાવે Y9s' સ્માર્ટફોન લોન્ચ કરશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ સ્માર્ટફોન કંપની ‘હુવાવે’એ તેની ગ્લોબલ વેબસાઈટ પર અપકમિંગ સ્માર્ટફોન 'હુવાવે Y9s'ને લિસ્ટ કર્યો છે. આ લિસ્ટિંગમાં ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન વિશે માહિતી આપવામાં આવી છે. આ ફોન 'હુવાવે y9'નું અપગ્રેડેડ વર્ઝન છે. નવા અપકમિંગ ફોનમાં પોપ-અપ સેલ્ફી કેમેરા, ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને સાઈડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે.

અપગ્રેડેડ વર્ઝનના આ ફોનનો લુક તેનાં જૂના વર્ઝન જેવો જ છે. અપકમિંગ ફોનમાં પ્રોસેસર, કેમેરા જેવાં ફીચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

'હુવાવે Y9s'નાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઈ પર આધારિત EMUI 9.1 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે. ફોનમાં 6.59 ઈંચની ફુલ HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવશે.
  • સ્પીડ અને મલ્ટિ ટાસ્કિંગ માટે કિરિન 710f ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનું ઇન બિલ્ટ સ્ટોરેજ 128GBનું છે, જેને SDકાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • ફોનનાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપમાં 48MPનો પ્રાઈમરી, 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 2MPનું ડેપ્થ સેન્સર આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો કેમેરા પણ આપવામાં આવશે.
  • ફોનમાં 4,000mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લુટૂથ 4.2, વાઈફાઈ 802.11 b/g/n, USB ટાઈપ-સી પોર્ટ, GPS/A-GPSની સુવિધા મળશે. જોકે કંપનીએ ફોનની કિંમત અને લોન્ચિંગ વિશે કોઈ માહિતી આપી નથી.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Huawei company to launch 'Huawei Y9s' smartphone soon


from Divya Bhaskar https://ift.tt/34HhQxB

No comments:

Post a Comment