ગેજેટ ડેસ્ક: ‘સેમસંગ’ કંપની ગેલેક્સી 11 સિરીઝના નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સિરીઝના 3 નવા સ્માર્ટફોન આગામી ફેબ્રુઆરીમાં લોન્ચ થઇ શકે છે.
વિવિધ કંપનીઓના નવા ફોન-ટેબ્લેટ્સ વગેરેની માહિતી લીક કરવા માટે જાણીતા અમેરિકન ટેક્નોલોજી બ્લોગર ઈવાન બ્લાસે ટ્વીટ કરીને ગેલેક્સી 11 સિરીઝના સ્માર્ટફોન વિશે માહિતી શેર કરી છે. તેની ટ્વીટ અનુસાર અપકમિંગ સ્માર્ટફોન ગેલેકસી S11eમાં 6.2 અથવા 6.4ઇંચની, ગેલેક્સી S11માં 6.7 ઇંચની અને ગેલેક્સી S11+ વેરિઅન્ટમાં 6.9 ઇંચની સ્ક્રીન આપવામાં આવશે.
તમામ વેરિઅન્ટમાં કર્વ્ડ ઍજવાળી ડિસ્પ્લે આપવામાં આવશે. તમામ વેરિઅન્ટમાં 3,900mAhની આસપાસની બેટરી આપવામાં આવી શકે છે.
ઈવાન બ્લાસની ટ્વીટ અનુસાર 2 વેરિઅન્ટમાં 5G અને LTEની સુવિધા મળશે. જોકે કંપનીએ અપકમિંગ સિરીઝ વિશે કોઈ માહિતી આપી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33uIXM2
No comments:
Post a Comment