ગેજેટ ડેસ્કઃ સેમસંગના ગેલેક્સી સિરીઝનો અપકમિંગ સ્માર્ટફોન ‘સેમસંગ ગેલેક્સી નોટ 10’ આ મહિનામાં જ લોન્ચ થઈ શકે છે. ટેક વેબસાઈટ WinFuture દ્વારા આ ફોનની રેન્ડર્સ (ગ્રાફિક્સથી બનેલી તસવીર)અને તેની કિંમત લીક કરવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર ફોનની કિંમત 629.99 યુરો (આશરે 49,00 રૂપિયા) હોઈ શકે છે.
WinFutureના રિપોર્ટ અનુસાર ફોનને પહેલાં જર્મનીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે ફોનને ભારતમાં ક્યારે અને કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
રિપોર્ટમાં ફોનની રેન્ડર્સ મુજબ ફોનનાં બ્લેક, રેડ અને વ્હાઇટ ગ્રેડિઅન્ટ ફિનિશિંગ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ પણ મળશે. ફોનમાં એકસિનોસ 9810 પ્રોસેસર, 6GBની રેમ અને 32MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે. ફોન સાથે S-પેન પણ આપવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Zci7qy
No comments:
Post a Comment