ગેજેટ ડેસ્કઃ સમય સાથે સ્માર્ટફોન ટેક્નોલોજીમાં પણ ફેરફાર જોવા મળે છે. વર્ષ 2020માં સેમસંગ, શાઓમી, ઓપો, નોકિયા સહિતની કંપનીઓ પોતાની લેટેસ્ટ ટેક્નોલોજીવાળા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. વર્ષ 2020માં ‘સેમસંગ ગેલેક્સી s11’, ‘ઓપો ફાઇન્ડ એક્સ 2’, ‘નોકિયા 8.2 5G’, ‘શાઓમી MI 10’. ‘સેમસંગ ફોલ્ડ’, ‘આઈફોન 5G’, અને ‘વન પ્લસ 8’ સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે.
‘સેમસંગ ગેલેક્સી s11’
સેમસંગનો આ ફોન વર્ષ 2020માં માર્ચ અથવા એપ્રિલ મહિનામાં લોન્ચ થઈ શકે છે. ફોનમાં લેટેસ્ટ કેમેરા મોડ્યુલ મળી શકે છે. ફોનની ડિસ્પ્લેમાં સેમસંગના અન્ય સ્માર્ટફોન કરતાં નાનો પંચ હોલ જોવા મળશે.
‘ઓપો ફાઇન્ડ એક્સ 2’
ઓપો કંપનીનો આ ફોન વર્ષ 2019માં લોન્ચ થવાનો હતો પંરતુ હવે તે વર્ષ 2020માં લોન્ચ થશે. ફોનમાં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોનમાં અન્ડર ડિસ્પ્લે કેમેરાની પણ સુવિધા આપવામાં આવી શકે છે.
‘નોકિયા 8.2 5G’
નોકિયાના આ 5G સ્માર્ટફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગનની 7 સિરીઝનું પ્રોસેસર મળી શકે છે. આ સ્માર્ટફોનને જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવશે.
‘શાઓમી MI 10’
શાઓમીના આ સ્માર્ટફોનમાં 108MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું પાંચ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળી શકે છે. જાન્યુઆરીમાં ફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવશે. ભારતમાં તેનું લોન્ચિંગ ફેબ્રુઆરીમાં થઈ શકે છે.
‘સેમસંગ ફોલ્ડ’
સેમસંગ ગેલેક્સી ફોલ્ડની સફળતા બાદ કંપની તેનાં સસ્તા વેરિઅન્ટને વર્ષ 2020માં લોન્ચ કરશે. ફોન દેખાવમાં મોટોરોલા રેઝર જેવો હોઈ શકે છે. ફોનમાં 6.7 ઇંચની પ્રાઈમરી ડિસ્પ્લે મળી શકે છે.
‘આઈફોન 5G’
આ વર્ષે એપલ કંપનીએ 11 સિરીઝ લોન્ચ કર્યા બાદ વર્ષ 2020માં 5G સિરીઝ આઈફોન 12 લોન્ચ કરવામાં આવશે. આ સિરીઝનાં ફોનમાં OLED ડિસ્પ્લે મળી શકે છે.
‘વન પ્લસ 8’
આ ફોનની ડિઝાઇન ઓનલાઇન સોશિયલ મીડિયામાં લીક થઇ ચૂકી છે. તે મુજબ ફોનમાં પંચ હોલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે. ફોનમાં કર્વ્ડ ડિપ્સલે પણ મળી શકે છે. ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોનને વર્ષ 2020માં એપ્રિલ મહિમા લોન્ચ કરવામાં આવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35LrjF2
No comments:
Post a Comment