ગેજેટ ડેસ્ક: હુઆમી કંપનીએ મંગળવારે ભારતીય માર્કેટમાં બે અમેઝફિટ GTR સ્માર્ટવોચ લોન્ચ કરી છે. તેમાં 47mm ટાઇટેનિયમ વર્ઝનની કિંમત 14,999 રૂપિયા અને 42 mm ગ્લિટર એડિશનની કિંમત 12,999 રૂપિયા છે. કસ્ટમર આ બંને વોચને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકે છે.
અમેઝફિટ GTR 47mm ટાઇટેનિયમ વર્ઝનમાં 1.39 ઇંચની એમોલ્ડ ડિસ્પ્લે છે, જેમાં 24 દિવસની બેટરી લાઈફ મળે છે, તો બોજી તરફ 42 mm ગ્લિટર એડિશનની વોચમાં 1.2 ઇંચની એમોલ્ડ ડિસ્પ્લે છે. આ વોચમાં 12 દિવસની બેટરી લાઈફ મળે છે.
બંને સ્માર્ટવોચમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન મળે છે, જે એન્ટી ફિંગરપ્રિન્ટ કોટિંગથી લેસ છે. આ ઉપરાંત તેમાં હાર્ટ રેટ મોનિટર પણ છે, જે યુઝરના ધબકારા પર નજર રાખે છે. આ ઉપરાંત વોચમાં સ્લીપ એનાલિસિસ અને એક્સરસાઇઝ ટ્રેકિંગ ફીચર પણ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36nbvbq
No comments:
Post a Comment