ગેજેટ ડેસ્ક: એપલ કંપનીએ પોતાની મેકબુક પ્રોનું વેચાણ ભારતમાં શરુ કરી દીધું છે. તેની શરૂઆતની કિંમત 1,99,000 રૂપિયા છે. કંપનીએ તેને 15 ઇંચ મેકબુક મોડલથી રિપ્લેસ કર્યું છે. ન્યૂ મેકબુકના કીબોર્ડ પર ડિઝાઈન કરેલી છે. તેનું પર્ફોર્મન્સ 80 ટકા વધારે સારું છે. ગ્રાહકો મેકબુક પ્રોને એપલ સ્ટોર્સ અને ઓનલાઇન પણ ખરીદી શકશે.
મેકબુક પ્રોમાં બે અલગ-અલગ પ્રોસેસર છે, જેમાં 2.6GHz 6-કોર ઇન્ટેલ કોર i7 અને 2.3GHz 8-કોર ઇન્ટેલ કોર i9 આપ્યું છે. બંને મોડલમાં 16GB રેમ છે. એમેઝોન પર 16 ઈંચના મેકબુક પ્રો (16GB રેમ, 512GB સ્ટોરેજ, કોર i7) ને ગ્રાહકો 1,89,990 રૂપિયામાં ખરીદી શકે છે. તો બીજી તરફ i9 વેરિએન્ટ 2,29,990 રૂપિયામાં ખરીદી શકાશે.
સ્પેસિફિકેશનની વાત કરીએ તો એપલ 16 ઇંચ મેકબુકમાં સીઝર બૅઝડ કીબોર્ડ સ્વિચ આપી છે. સ્ક્રીનનું રેઝોલ્યુશન 3072x1920 પિક્સલ છે. તેમાં ટચબાર આઈડી ફિંગરપ્રિન્ટ અને ટચઆઈડી ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે. ડેટા સેફટી માટે તેમાં એપલ T2 સિક્યોરિટી ચિપ આપી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Psg3WY
No comments:
Post a Comment