ગેજેટ ડેસ્કઃ HMD ગ્લોબલ કંપનીએ ઇજિપ્તની રાજધાની કૈરોમાં તેનો બજેટ સ્માર્ટફોન 'નોકિયા 2.3'ને 6 ડિસેમ્બરે લોન્ચ કર્યો છે. ભારતમાં ટૂંક સમયમાં જ તેને લોન્ચ કરવામાં આવી શકે છે. કંપનીના ઓફિશિયલ ટ્વીટર પર સ્માર્ટફોનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. તેને જોઈને કહી શકાય કે ટૂંક જ સમયમાં ભારતમાં સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવી શકે છે.
Aapke entertainment ko aur bhi better banane ki guarantee humaari. Aa raha hai #BadeKaamKaPhone. Stay tuned. pic.twitter.com/GWOR1t5fzM
— Nokia Mobile India (@NokiamobileIN) December 13, 2019
આ સ્માર્ટફોન કેમેરા અને એન્ટરટેઇન્મેન્ટ ફોકસ્ડ બજેટ સ્માર્ટફોન છે. ફોનમાં 2 રિઅર કેમેરા સેટઅપ અને ક્વૉડ-કોર મીડિયાટેક હીલિયો A22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનાં સાયન ગ્રીન, સેન્ડ અને ચારકોલ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
ઇજિપ્તમાં ફોનને 109 યૂરો (આશરે 8600 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં કઈ કિંમત સાથે ફોનને લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
2GB રેમ ધરાવતા ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 32GBનું છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 400GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઇફાઇ 802.11, બ્લુટૂથ 5.0, GPS, A-GPS, માઈક્રો USB પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક આપવામા આવ્યો છે. આ ફોનમાં અલગથી ગૂગલ અસિસ્ટન્ટ બટન આપવામાં આવ્યું છે. ફોનની સારી ગ્રિપ માટે 3D નેનો ટેક્સ્ચર આપવામાં આવ્યું છે.
નોકિયા 2.3નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.2 ઇંચ |
| ડિસ્પ્લેટાઈપ | HD+ (1520x720) |
| OS | એન્ડ્રોઇડ 9 પાઈ |
| પ્રોસેસર | ક્વૉડ-કોર મીડિયાટેક હીલિયો A22 |
| રેમ | 2GB |
| સ્ટોરેજ | 32GB |
| રિઅરકેમેરા | 13MP (પ્રાઈમરી કેમેરા)+ 2MP (ડેપ્થ સેન્સર |
| ફ્રન્ટ કેમેરા | 5MP |
| બેટરી | 4000mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35n8Azl
No comments:
Post a Comment