ગેજેટ ડેસ્કઃ વાયરલેસ ઈયરબડ્સની લોકપ્રિયતાને ધ્યનમાં રાખીને ચાઈનીઝ ટેક કંપની રિઅલમી કંપની ભારતમાં 17 ડિસેમ્બરે 'રિઅલમી બડ્સ એર' ઈયરબડ્સ લોન્ચ કરશે. આ ઈયરબડ્સમાં Qi સ્ટાન્ડર્ડ વાયરલેસ ચાર્જર આપવામાં આવશે. દેખાવમાં આ ઇયરબડ્સ એપલનાં એરપોડ્સ જેવાં જ છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિઅલમી કંપનીના આ અપકમિંગ ઈયરબડ્સમાં બ્લુટૂથ 5.0 અને 12mm બાસ બુસ્ટ ડ્રાઇવર આપવામાં આવી શકે છે. તેમાં વોઇસ અસિસ્ટન્ટ અને વન ટચ ગૂગલ એક્સેસ મળી શકે છે. ઈયરબડ્સની કિંમત 5,000ની આસપાસ હોઈ શકે છે. જોકે કંપનીએ ઇયરબડ્સની કિંમત અને અન્ય સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી સ્પષ્ટ કરી નથી.
રિઅલમી કંપનીના ભારતના CEO માધવ શેઠે શેર કરેલી તસવીરો મુજબ ઈયરબડ્સનાં વ્હાઇટ, બ્લેક અને યલો કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.
17 તારીખે ઈયરબડ્સની લોન્ચિંગ ઇવેન્ટમાં કંપની 'રિઅલમી X2' સ્માર્ટફોન પણ લોન્ચ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34hRIbZ
No comments:
Post a Comment