ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની ઓપો તેનો અપકમિંગ સ્માર્ટફોન ‘ઓપો રેનો 3 પ્રો’ 26 ડિસેમ્બરે ચીનમાં લોન્ચ કરશે. લોન્ચિંગ વિશે કંપનીની ચાઈનીઝ વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે. આ સાથે ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન વિશે પણ માહિતી આપવામાં આવી છે.
કંપનીની ચાઈનીઝ વેબસાઈટ અનુસાર, ફોનમાં હોલ પંચ અને કર્વ્ડ ડિસ્પ્લે મળશે. ફોનમાં ચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. આ સેટઅપ ફોનની બેક પેનલમાં વર્ટિકલ પોઝિશનમાં આપવામાં આવશે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનનાં મૂનલાઇટ બ્લેક, મિસ્ટી વ્હાઈટ, નાઈટ સ્કાય બ્લૂ અને સનરાઈઝ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. રેમ અને સ્ટોરેજ પ્રમાણે ફોનનાં બે વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.ફોનમાં 6.5 ઇંચની ફુલ HD+ AMOLED અને 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.
ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 755G પ્રોસેસર આપવામાં આવી શકે છે.ફોનમાં 4,025mAhની બેટરી આપવામાં આવી શકે છે. તેની સાથે 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ પણ મળી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનની કિંમત 37,000ની આસપાસ હોઈ શકે છે. જોકે કંપનીએ ફોનની કિંમત વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34RTCk0
No comments:
Post a Comment