ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમી તેની પ્રથમ સ્માર્ટ ડિસ્પ્લે 'સ્માર્ટ ડિસ્પ્લે સ્પીકર પ્રો 8'ને ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ કરશે. ચાઈનીઝ ટેક વેબસાઈટ ગિઝમોચાઈનાના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ ડિસ્પ્લે એન્ડ્રોઇડ અને iOS બંને સિસ્ટમ પર રન કરશે.
ચાઈનીઝ ટેક ન્યૂઝ પોર્ટલ ITHome પર સ્માર્ટ ડિપ્સલેની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. લીક થયેલી તસવીર મુજબ તેમાં બિલ્ટ ઈન બેઝ બૂસ્ટરયુક્ત હાઈ વોટ સ્પીકર આપવામાં આવશે.
8 ઇંચની સ્માર્ટ ડિસ્પ્લેમાં 1280x800નું રિઝોલ્યુશન અને 3 સબ વૂફર મળી શકે છે. આ સ્માર્ટ ડિસ્પ્લે એન્ડ્રોઈડનાં 4.4 અને તેથી ઉપરના તમામ વર્ઝનને સપોર્ટ કરશે. કેનેક્ટિવિટી માટે તેમાં વાઇફાઇ 802.11 અને બ્લુટૂથ 5.0ની સુવિધા મળશે. આ સ્માર્ટ ડિસ્પ્લે વોઇસ કમાન્ડ ફીચરને સપોર્ટ કરશે. વીડિયો કોલિંગ માટે ડિસ્પ્લેમાં ફ્રન્ટ કેમેરા પણ અટેચ કરવામાં આવશે.
ચીનમાં આ ડિસ્પ્લેની કિંમત 599 ચીની યુઆન (આશરે 6 હજાર રૂપિયા) હશે. જોકે ભારતમાં તેને કઈ કિંમત સાથે અને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. ભારતમાં શાઓમીની સ્માર્ટ ડિપ્સલે લોન્ચ થયા બાદ ગૂગલ નેસ્ટ હબ અને એમેઝોન ઇકો શૉને સારી એવી ટક્કર મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Pnu9KM
No comments:
Post a Comment