Sunday, 15 December 2019

16 ડિસેમ્બરથી શાઓમીના સસ્તા ફિટનેસ બેન્ડ 'mi સ્માર્ટ બેન્ડ 3i'નું વેચાણ ફ્લિપકાર્ટ પરથી શરૂ થશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમી ભારતમાં તેનાં સસ્તાં ફિટનેસ ફ્રેન્ડ 'mi સ્માર્ટ બેન્ડ 3i'નું વેચાણ 16 ડિસેમ્બરથી શરૂ કરશે. બેન્ડને ગત મહિને લોન્ચ કરવામા આવ્યો હતો. બેન્ડનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી શરૂ કરવામાં આવશે. 1,299 રૂપિયાની કિંમત ધરાવતો આ બેન્ડ વોટર રઝિસ્ટન્સ છે.

કિંમત અને ઓફર
કંપનીએ ટ્વીટ કરીને તેનાં વેચાણ વિશે માહિતી આપી છે. આ બેન્ડની ખરીદી ઓફિશિયલ વેબસાઈટ, mi સ્ટોર અને ઈ-કોમર્સ સાઈટપરથી કરી શકાશે.
ફ્લિપકાર્ટથી બેન્ડની ખરીદી એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડથી કરવા પર 5% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ સાથે જ 'નો કોસ્ટ EMI'ની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

Mi Band 3iનાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ બેન્ડમાં 0.78 ઇંચની AMOLED ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 128x80 છે.
  • આ બેન્ડ વોટર રઝિસ્ટન્ટ છે. તે પાણીની 50મીટર સુધીની ઊંડાઈમાં 10 મિનિટ સુધી કામ કરી શકે છે.
  • બેન્ડમાં 110mAhની બેટરી આપવામાં આવી છે, જે 20 દિવસ સુધી બેકઅપ આપે છે.
  • બ્લુટૂથ 4.0, એન્ડ્રોઇડ 4.4 અને iOS 9.0 સહિતનાં તમામ હાયર વર્ઝન પર આ બેન્ડ સપોર્ટ કરે છે.
  • આ બેન્ડમાં કેલરી કાઉન્ટર, કોલ રિસ્પોન્સ, સ્લીપ મોનિટર, સ્લીપ કાઉન્ટર, ઇવેન્ટ રિમાઇન્ડર, ટાઇમર અને મેસેજ વ્યૂ જેવાં ફીચર આપવામાં આવ્યાં છે.
  • આ બેન્ડ 2.5 કલાકમાં ફુલ ચાર્જ થાય છે.
  • બેન્ડ એન્ડ્રોઇડ 4.4 અથવ તેની ઉપરનાં તમામ વર્ઝન અને iOS 9.0 અથવા તેનાં ઉપરનાં તમામ વર્ઝન પર રન કરશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 4.4 આપવામાં આવ્યું છે.
  • MI ફિટનેસ એપની મદદથી બેન્ડ ને સ્માર્ટફોન અને ટેબ્લેટ સાથે કનેક્ટ કરી શકાય છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi's cheap fitness band 'mi smart band 3i' launches on Flipkart starting December 16
Xiaomi's cheap fitness band 'mi smart band 3i' launches on Flipkart starting December 16


from Divya Bhaskar https://ift.tt/34lKKTn

No comments:

Post a Comment